શિયાળાની ઋતુમાં કાચી હળદરને આહારમાં સામેલ કરવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
કાચી હળદરમાં કરક્યુમિન સહિતના કુદરતી સંયોજનો હોય છે, જે તેના ઔષધીય ગુણો માટે જાણીતા છે.
ઠંડીના દિવસોમાં કાચી હળદર શરીરની રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવા માટે ઉપયોગી બની શકે છે.
તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.
કાચી હળદરનો ઉપયોગ સોજા અને સાંધાની તકલીફમાં રાહત આપવા માટે પરંપરાગત રીતે પણ કરવામાં આવે છે.
કાચી હળદર પાચનતંત્રને પણ ટેકો આપી શકે છે અને ભોજનમાં તેનો સ્વાદ પણ વધારે છે.
તેને ઝીણી સમારીને લીંબુ અને મીંઠુ નાંખીને ખાઇ શકો છો. તમે લીલી હળદરનું શાક પણ બનાવી શકો છો.
તાજી કાચી હળદર, લીંબુ અને લીલાં મરચાંમાં થોડા હળવા મસાલા ભેળવીને અથાણું બનાવો.
બપોર કે રાતના ભોજન સાથે તેનો આનંદ માણી શકાય છે અને તે વિટામિન-સીની સાથે એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ પૂરાં પાડે છે.
તાજી કાચી હળદરના નાના ટુકડા કરો અને તેને તમારા સલાડમાં ઉમેરો. તે શિયાળા દરમિયાન પેટનું ઠંડીથી રક્ષણ કરે છે અને પાચનશક્તિ સુધારે છે.