વિટામિન ઇ કેપ્સ્યુલના નિયમિત ઉપયોગથી વાળના મૂળ મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે.
તે સ્કેલ્પ (માથાની ત્વચા) માં લોહીનું પરિભ્રમણ સુધારે છે, જેથી વાળને પૂરતું પોષણ મળે છે.
વિટામીન E વાળમાં ભેજનું સંતુલન જાળવી રાખે છે, જેથી વાળનું ડ્રાય થવુ અને તૂટવાનું ઓછું થાય છે.
તે માથાની ત્વચાના કોષોને રિપેર કરીને વાળના વિકાસ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવે છે.
વિટામીન E ના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો ખોડો (Dandruff) અને માથાની ખંજવાળને શાંત કરે છે.
તમે હેર માસ્ક, શેમ્પૂ અથવા કન્ડિશનરમાં પણ વિટામીન E ઓઇલના થોડા ટીપાં ઉમેરી શકો છો.
હેલ્ધી વાળ માટે ડાયટમાં બદામ, સૂર્યમુખીના બીજ, પાલક અને બ્રોકોલી જેવા વિટામીન E યુક્ત ખોરાક લો.
વિટામીન E માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડીને વાળના મૂળને સુરક્ષિત રાખે છે.
વિટામીન E ઓઇલને સીધું માથા પર લગાવતા પહેલા એલર્જી ચેક કરવા માટે પેચ ટેસ્ટ અવશ્ય કરો.
આ તેલનો વધુ પડતો ઉપયોગ વાળને ચીકણા બનાવી શકે છે, તેથી તમારા હેર ટાઇપ મુજબ મર્યાદિત માત્રામાં જ વાપરો.