રાત્રે સૂતી વખતે ફોન નજીક રાખવો કેટલો જોખમી
રાત્રે ઓશિકા પાસે ફોન રાખીને સૂવાની આદત હોય તો આજે જ બદલો, તે સ્વાસ્થ્ય માટે ઘણું જોખમી છે
મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાથી અને તેને તમારી નજીક રાખવાથી સ્ક્રીન ટાઈમ અજાણતા જ વધી જાય છે, જે સીધી તમારી ઊંઘની ગુણવત્તાને બગાડે છે.
મોબાઈલ સ્ક્રીનમાંથી નીકળતો બ્લુ લાઈટ (વાદળી પ્રકાશ) શરીરમાં ઊંઘ માટે જરૂરી 'મેલાટોનિન' હોર્મોન બનવાની પ્રક્રિયામાં દખલ કરે છે, જેનાથી ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે.
રાત્રે આવતા નોટિફિકેશન્સ, કૉલ્સ અથવા વાઇબ્રેશનના અવાજ તમારી ગાઢ ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચાડે છે.
તમે રાત્રે સૂઈ જાઓ ત્યારે ફોન તમારી નજીક હોય તેમાંથી ખતરનાક રેડીએશન નીકળતા હોય છે
ફોનમાંથી સતત નીકળતા રેડિયેશન લાંબા ગાળે મગજના કોષોને નુકસાન પહોંચાડી શકે છે.
ફોનને ઓશિકા નીચે કે તેની આસપાસ દબાવીને રાખવાથી તે વધુ પડતો ગરમ (ઓવરહીટ) થઈ શકે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી છે.
રાત્રે સૂતી વખતે મોબાઈલને તમારા પલંગથી 1 થી 2 મીટર દૂર રાખો અને ફોનને સાયલન્ટ અથવા 'ડૂ નોટ ડિસ્ટર્બ' મોડ પર રાખવો વધુ હિતાવહ છે.