ચોખામાંથી શરીરને જરૂરી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામિન-બી જેવા પોષક તત્વો મળે છે.
બચેલા ચોખામાં ગાજર, કેપ્સિકમ અને વટાણા જેવી શાકભાજી ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવી શકાય.
બચેલા ચોખાને દહીં અને સોજી સાથે પીસીને પૌષ્ટિક ઉત્તપમ બનાવી શકાય છે.
ચોખામાં રાઈ, કઢી પત્તા અને લીંબુનો રસ ઉમેરીને વિટામિન-સી યુક્ત લેમન રાઈસ તૈયાર કરો.
ચોખામાં બાફેલા બટાકા, શાકભાજી અને મસાલા મિક્સ કરીને ટેસ્ટી કટલેસ બનાવી શકાય.
ચોખાને દૂધ, ઈલાયચી અને ડ્રાયફ્રૂટ્સ સાથે ધીમી આંચ પર પકવીને ટેસ્ટી ખીર બનાવો.
રાંધેલા ચોખાને રૂમ ટેમ્પરેચર પર લાંબો સમય ન રાખતા 2 કલાકની અંદર ફ્રિજમાં મૂકી દેવા. હંમેશા એરટાઈટ ડબ્બામાં ભરીને જ ફ્રિજમાં સ્ટોર કરવા જોઈએ.
ફ્રિજમાં રાખેલા ચોખાનો ઉપયોગ ૨૪ થી ૪૮ કલાકની અંદર જ કરી લેવો હિતાવહ છે.
ચોખાનો ફરીથી ઉપયોગ કરતા પહેલા તેને બરાબર ગરમ કરવા જરૂરી છે.
એકવાર ફ્રિજમાંથી કાઢ્યા પછી ચોખાને વારંવાર ગરમ કરવાનું ટાળવું જોઈએ.
જો ચોખામાંથી ખાટી ગંધ આવે અથવા તે ચીકણા લાગે, તો તેનો ઉપયોગ ન કરવો.