દરરોજ સવારે અખરોટ ખાવાથી શરીર પર શું અસર થાય

અખરોટને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

દરરોજ સવારે ખાલી પેટે અખરોટ ખાઓ છો, તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી સકારાત્મક અસરો થઈ શકે છે.

અખરોટ, શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) નું સ્તર ઘટાડે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

અખરોટમાં ફાઈબરનું પ્રમાણ સારું હોવાથી તે પેટ સાફ રાખે છે, કબજિયાત દૂર કરે છે અને આંતરડાના સારા બેક્ટેરિયા વધારે છે.

અખરોટનો આકાર મગજ જેવો હોય છે અને તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે, જે યાદશક્તિ વધારે છે અને મગજની કાર્યક્ષમતા સુધારે છે.

સવારે અખરોટ ખાલીપેટે ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઉતારવામાં મદદ મળે છે.

અખરોટ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે, જે ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

આખો દિવસ એનર્જી મેળવવા માટે રોજ સવારે ૨ થી ૩ પલાળેલા અખરોટ ખાવા સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

More Web Stories

ડુંગળીનુ તેલ વાળને કરાવશે આ ફાયદોચોમાસામાં કયા શાકભાજી ન ખાવા અને કેમ ?સુકાઇ ગયેલી નેઇલ પોલીશ ફરીથી યુઝ કરવા માટે આ રીત અપનાવોશું ચોમાસામાં પણ સન સ્ક્રીન યુઝ કરવુ જોઇએ?View All