પરફયુમ ખરીદતા પહેલા તેના પર લખેલા આ શબ્દોનો અર્થ જરૂર જાણો
બજારમાં વિવિધ પ્રકારના પરફયુમ મળે છે, જે ફક્ત શરીરમાં જ વાતાવરણને પણ સુગંધિત બનાવે છે
પરફયુમની ખરીદી કરવા જાઓ ત્યારે તેના પર ચોક્કસ પ્રકારના કોડ લખેલા હોય છે તેનો અર્થ જરૂર જાણવો જોઈએ
પરફયુમ પર EDC, EDT અને EDP કોડ લખેલા હોય છે, જે તેમાં રહેલા સુગંધિત તેલ (Fragrance Oil)ની માત્રા અને તે કેટલો સમય ટકશે તે દર્શાવે છે
EDC (Eau de Cologne) કોડનો અર્થ આમાં માત્ર ૨ થી ૪% સુગંધિત તેલ હોય છે, જે ખૂબ જ હળવું હોય છે અને આશરે ૨ કલાક સુધી ચાલશે
EDT (Eau de Toilette) આમાં તેલનું પ્રમાણ ૫ થી ૧૫% હોય છે, જે રોજિંદા વપરાશ માટે ઉત્તમ છે અને ૩ થી ૫ કલાક સુધી ટકે છે.
EDP (Eau de Parfum) કોડ, આમાં ૧૫ થી ૨૦% જેટલી ઊંચી માત્રામાં તેલ હોય છે, જેથી તેની સુગંધ તીવ્ર હોય છે અને ૬ થી ૮ કલાક સુધી લાંબી ચાલે છે.
Parfum આ સૌથી મોંઘું અને શુદ્ધ પરફયુમ છે, જેમાં ૨૦ થી ૩૦% તેલ હોવાથી તેની સુગંધ ૧૨ થી ૨૪ કલાક સુધી ટકી રહે છે.