આ સરળ રીતથી ઘરે જ બનાવો બજાર જેવી ક્રિસ્પી અને ફૂલેલી પાણીપૂરીની પૂરી
પૂરી એકદમ ક્રિસ્પી બને તે માટે ૧ કપ સોજી (રવો) લો અને તેમાં માત્ર ૨ ચમચી મેંદો અથવા ઘઉંનો લોટ ઉમેરો.
આ મિશ્રણમાં ચપટી મીઠું અને થોડું નવશેકું ગરમ પાણી ઉમેરીને પૂરી જેવો સહેજ કઠણ લોટ બાંધી લો.
બાંધેલા લોટને એક ભીના સુતરાઉ (કોટન) કપડાથી ઢાંકીને ઓછામાં ઓછો ૨૦ થી ૩૦ મિનિટ માટે સેટ થવા સાઈડ પર મૂકી દો.
સમય પૂરો થયા પછી લોટને તેલ વગર ૫ મિનિટ સુધી બરાબર મસળી લો અને તેમાંથી નાના-નાના એકસરખા લૂઆ (ગુલ્લા) તૈયાર કરો.
દરેક લૂઆને પૂરીના આકારમાં બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એવી મધ્યમ વણી લો અને તેને ફરી ભીના કપડાથી ઢાંકી રાખવી.
એક કડાઈમાં તેલને એકદમ તેજ ગરમ કરો, ત્યારબાદ ગેસની આંચ મધ્યમ કરી પૂરીઓ અંદર ઉમેરીને ઝારાથી સહેજ દબાવીને ફુલાવો.
પૂરીઓ સરસ ફૂલી જાય એટલે તેને બંને બાજુથી આછી ગુલાબી કે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લો.