ના સીધું, ના ગોળ, કેળા વળાંકવાળા કેમ હોય છે
તુદંરસ્ત સ્વાસ્થ્ય માટે કેળા વરદાન છે, પરંતુ શું તમને ખબર છે તે વળાંકવાળા કેમ છે, જાણો રસપ્રદ વિજ્ઞાન
કેળાનો વળાંક એક ખાસ વૈજ્ઞાનિક પ્રક્રિયાને આભારી છે, જેને 'નેગેટિવ જીઓટ્રોપિઝમ' કહેવામાં આવે છે
જ્યારે ઝાડ પર શરૂઆતમાં ફૂલ અને નાના કેળા બેસે છે, ત્યારે તે સામાન્ય નિયમ મુજબ ગુરુત્વાકર્ષણને કારણે જમીન તરફ એટલે કે નીચે તરફ વધે છે.
કેળાના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, તેથી મોટા થતાં જ તેને સૂર્યના પ્રકાશની જરૂર પડે છે.
સૂર્યપ્રકાશ મેળવવાની આ કુદરતી ઝંખનાને કારણે, કેળા નીચે તરફ વધવાને બદલે અચાનક ઉપર તરફ (આકાશ તરફ) વળવા અને વધવા લાગે છે.
નીચે ખેંચતું ગુરુત્વાકર્ષણ બળ અને ઉપર તરફ આકર્ષતો સૂર્યપ્રકાશ—આ બંને પરસ્પર વિરોધી દિશાઓના દબાણને કારણે કેળા વળાંકવાળા થઈ જાય છે.
જો કેળા સીધા વધે, તો વજન વધવાને કારણે પોતાની ડાળી પરથી તૂટીને પડી શકે છે, જયારે વળાંક મજબૂતાઈ અને સંતુલન પણ આપે છે.