બટાકા પૌઆ એ ગુજરાતનો ફેવરિટ અને પચવામાં ખૂબ જ હળવો નાસ્તો છે.પૌઆમાં ભરપૂર કાર્બોહાઈડ્રેટ હોય છે, જે શરીરને આખો દિવસ એનર્જી આપે છે.
પૌઆનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઊણપ દૂર થાય છે અને એનિમિયાથી બચી શકાય છે.
જો તમે ડાયેટ પર હોવ, તો પૌઆ બનાવતી વખતે તેલનો ઉપયોગ ખૂબ જ ઓછો કરો.
વજન નિયંત્રિત કરવા માટે પૌઆમાં બટાકાની માત્રા ઓછી રાખવી અથવા સ્કીપ કરવી વધુ સારું છે.
પૌઆને વધુ હેલ્ધી બનાવવા માટે તેમાં ગાજર, વટાણા અને કેપ્સિકમ જેવા શાકભાજી ઉમેરી શકો છો.
પૌઆમાં ઉપરથી શેકેલા સીંગદાણા અથવા પનીરના ટુકડા ઉમેરવાથી પ્રોટીનનું પ્રમાણ વધે છે.
પૌઆ પર લીંબુનો રસ નીચોવવાથી વિટામિન-C મળે છે, જે આયર્નને પચાવવામાં મદદ કરે છે.
જો રાત્રે પૌઆ ખાવા જ હોય, તો તેમાંથી બટાકા કાઢી નાખો અથવા ખૂબ ઓછા કરો અને તેની જગ્યાએ મિક્સ વેજીટેબલ્સ (ગાજર, વટાણા, ડુંગળી, કેપ્સિકમ) વધારે પ્રમાણમાં ઉમેરો.
જો રાત્રે પૌઆ ખાવાના હોય, તો સુવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં જમી લેવું હિતાવહ છે જેથી તે બરાબર પચી જાય.