આંખો નીચે કાળા કુંડાળા પડવાના આ રહ્યા કારણો

અપૂરતી ઊંઘ અને થાકને કારણે આંખોની આસપાસની ત્વચા નિસ્તેજ બને છે અને કાળા કુંડાળા દેખાય છે.

સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ કરવાથી આંખો પર તાણ આવે છે અને રક્તવાહિનીઓ ફૂલી જવાથી કાળા ડાઘ થાય છે.

શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન) થવાથી ત્વચા શુષ્ક બને છે અને આંખો નીચે કાળા કુંડાળા ઉભરે છે.

ઉંમર વધવાની સાથે ત્વચા પાતળી થતી જાય છે, જેના કારણે આંખોની નીચેની રક્તવાહિનીઓ સ્પષ્ટ દેખાવા લાગે છે.

શરીરમાં વિટામિન કે, સી કે આયર્ન (ખાસ કરીને એનિમિયા) જેવા પોષક તત્વોની કમી આ સમસ્યાનું મોટું કારણ છે.

અમુક એલર્જી અથવા સાઇનસની સમસ્યાના કારણે આંખોની આસપાસની નસો સોજાવાને લીધે કાળા વર્તુળો થાય છે.

આનુવંશિક (જેનેટિક્સ) કારણોસર પણ કેટલાક લોકોમાં કુદરતી રીતે જ આંખો નીચે કાળા કુંડાળા હોઈ શકે છે.

More Web Stories

વિન્ટરની સિઝનમાં લીંબુ પાણી પીવું જોઇએ કે નહીં?ચહેરો કુદરતી ક્લિન્સિંગ કરો આ રીતે..કંકોડા ખાઓ બીમારી ભગાવો, જાણી લો ફાયદાબેંક બેલેન્સ વધશે..સમૃદ્ધિ આવશે... આ છોડ લગાવો ઘરમાંView All