- યુદ્ધના માહોલ વચ્ચે બે દેશના વડાએ ફોન પર કરી વાતચીત
- ભારત દરેક સ્થિતિમાં મજબુતી સાથે ઈઝરાયેલની સાથે
- વડાપ્રધાન મોદીએ કહ્યું, ત્રાસવાદ કોઈ પણ રૂપે હોય સ્વીકાર્ય નથી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ કપરી બની રહી છે. ખાસ કરીને ઈઝરાયલના પ્રાંત જાણે યુદ્ધભૂમિમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તણાવના આ માહોલ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામીન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ અંગેની જાણકારી વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કરીને આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત ત્રાસવાદના દરેક રૂપની આકરા શબ્દોમાં નિંદા કરે છે. ભારત એક મજબુતી સાથે ઈઝરાયેલની પડખે ઊભું છે.
અપડેટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો
હું વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર વ્યક્ત કરૂ છું. એમના ફોન કોલ્સ અને ત્યાંની સ્થિતિ અંગે અપડેટ દેવા બદલ આભાર વ્યક્ત કરૂ છું. ભારતના લોકો ઈઝરાયેલની આ મુશ્કેલીભરી સ્થિતિમાં એક મજબુતી સાથે એમની પડખે ઊભા છે. ભારત આતંકવાદના દરેક રૂપની સ્પષ્ટ અને આકરા શબ્દોમાં નિંદા કરે છે. તારીખ 7 ઑક્ટોબરથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘર્ષણ ચાલું છે. અચાનક કરવામાં આવેલા હવાઈ હુમલાથી ઈઝરાયલની ભૂમિ યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગઈ હતી. સામો જવાબદેવા માટે ઈઝરાયેલે પણ પોતાના સૈન્યની એક આખી બટાલિયનને મેદાને ઉતરવાના આદેશ આપ્યા હતા.
2600થી વધારે લોકો ઈજાગ્રસ્ત
આ લડાઈમાં બન્ને બાજુથી 2600થી વધારે લોકોને ઈજા પહોંચી છે. તો કેટલાક લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા છે. જોકે, આ લડાઈમાં અમેરિકાના પણ કેટલાક નાગરિકોના મૃત્યું થયા છે. પ્રથમ દિવસે જ્યારે હવાઈ હુમલો કરવામાં આવ્યો એ સમયે 4000 જેટલા લોકોને ઈજા પહોંચી હતા. આ લડાઈમાં ઈઝરાયેલ સૈન્ય તરફથી પણ વળતો જવાબ દેવામાં આવી રહ્યો છે. સૈન્યના અધિકારીએ જણાવ્યું હતું કે, હમાસના આકાનો ખાતમો બોલાવવામાં આવશે. જોકે, ત્રણ દિવસ સુધી સતત સામસામા ફાયરિંગની સ્થિતિ વચ્ચે સ્થાનિકોમાં ભય ઘર કરી રહ્યો છે.