• રોકેટ આવતા જોઈને ભાગ્યા અમેરિકન પત્રકારો

  • માત્ર પાંચ મિનિટના અંતરે હતા હમાસના રોકેટ
  • હમાસમાં 450થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ

ઇઝરાયલમાં લાઈવ રિપોર્ટિંગ કરી રહેલા અમેરિકન પત્રકારને પોતાના જીવનનો કદાચ સૌથી હચમચાવી નાખતો અનુભવ થયો. અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકાર પોતાની ટીમ સાથે ઇઝરાયલ ગાઝા બોર્ડર પર લાઈવ કવરેજ કરી રહ્યા હતા તે સમયે રોકેટ હુમલા થયા અને તેઓએ પોતાની જીવ બચાવીને ભગવું પડ્યું હતું.

ઇઝરાયલમાં ઘૂસીને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ખુલ્લેઆમ રસ્તાઓ પર ગોળીબાર કરવાની સાથે હવાઈ હુમલાઓ પણ કર્યા, જેમાં અત્યારસુધી 900 જેટલા ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે. તો હુમલાથી ભયભીત લોકો પોતાના જ ઘરોમાં છુપાવા માટે મજબૂર બન્યા છે, તો અમેરિકન પત્રકારોની એક ટીમે આ સમગ્ર બાબતનો જાત અનુભવ કર્યો.

અમેરિકન પત્રકાર અને તેની ટીમની પાસેથી પસાર થયું મોત

અમેરિકન ન્યૂઝ ચેનલના મુખ્ય સંવાદદાતા એક લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા હતા તે જ સમયે તેમણે અને તેમની ટીમે રોકેટ હુમલાનો તેજ અવાજ સાંભળ્યો. અવાજ સાંભળતાની સાથે જ સંવાદદાતા અને તેમની ટીમ રસ્તાના કિનારે જઈ છુપાઈ જવું પડ્યું. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં પત્રકાર અને તેમની ટીમ જોવા મળી રહી છે. સાથે સાથે, વિડીયોમાં રોકેટના અવાજો પણ સ્પષ્ટ સાંભળી શકાય છે.

લાઈવ સેગમેન્ટ દરમિયાન પત્રકારે પોતાની સ્થિતિનું વર્ણન કરી અને આવી રહેલા રોકેટ્સ અંગે પણ જણાવ્યું. પત્રકાર પોતાના દર્શકોને કહે છે કે અહી મોટા પ્રમાણમાં રોકેટ આવતા જોઈ શકાય છે. રોકેટ્સ અમારાથી વધારે દૂર નથી એટલે અમારે છુપાવા માટે રસ્તાના કિનારે આવી જવું પડ્યું. સંવાદદાતાએ જણાવ્યું કે રોકેટ્સ તેમનાથી માત્ર 5 મિનિટના અંતરે હતા.

ઉલ્લેખનીય છે કે હુમલામાં અત્યારસુધી 2000 હજારથી વધુ લોકો ઘાયલ થાય છે તો ગાઝામાં 450થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. હમાસના આતંકીઓએ અનેક ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા છે.


  • Follow us on: