- ઓબામાએ હમાસના આતંકીઓના હુમલાની આકરી ટીકા કરી
- હમાસ ઇઝરાયલ સંઘર્ષમાં 1600થી વધુ લોકોના મોત થયા
- બંધક બનાવવામાં આવેલ લોકોના સુરક્ષિત આવવા પ્રાર્થના કરી
આતંકી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ હુમલાઓમાં અત્યારસુધીમાં 1600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇઝરાયલ વિરુદ્ધ હમાસના આતંકીઓના હુમલાની આકરી ટીકા કરી હતી.
બંધક બનાવવામાં આવેલ લોકો સુરક્ષિત આવે
ઓબામાએ માઇક્રોબ્લોગિંગ સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર તમામ અમેરિકનોને ઇઝરાયલ પર થયેલ આતંકવાદી હુમલાઓ અને નિર્દોષ નાગરિકોની હત્યાથી દુખી અને ક્રોધિત થવું જોઈએ. સાથે જ કહ્યું છે કે બંધક બનાવવામાં આવેલ લોકો સુરક્ષિત ઘરે પરત ફરે તે માટે પ્રાર્થના કરવી જોઈએ. તેમણે આગળ કહ્યું કે હમાસને ખતમ કરવા માટે અમારા સહયોગી ઇઝરાયલની સાથે ઊભા છે.
ઇઝરાયલના અધિકારોનું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘અમે આતંકવાદ સામે લડવા માટેના ઇઝરાયલના અધિકારનું સમર્થન કરીએ છીએ. આપણે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન માટે સમાન રીતે ન્યાયસંગત અને સ્થાયી શાંતિ માટેના પ્રયાસો કરવા જોઈએ.
હમાસે આપી ધમકી
આ દરમિયાન ખબર આવી રહી છે કે હમાસએ ઇઝરાયલમાંથી બંધક બનાવેલ અનેક નાગરિકો અને સૈનિકોને મારી નાખવાની ધમકી આપી છે. વાસ્તવમાં જવાબી કાર્યવાહી કરતાં ઇઝરાયલે ગાઝા પટ્ટી પર સંપૂર્ણપણે ઘેરબંધી કરીને અનાજ અને પાણીની સપ્લાય બંધ કરી દીધી છે. જેનાથી હમાસ હેરાન-પરેશાન થઈ ગયું છે. જણાવી દઈએ કે બંને તરફથી થઈ રહેલ સંઘર્ષમાં અત્યારસુધીમાં 1600 જેટલા લોકોના મોત થયા છે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ હમાસને ખતમ કરી નાખવાની ચેતવણી આપી છે. સરકાર ત્રણ લાખ સૈનિકો એકઠા કરી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.