- ઉત્તરી મેક્સિકોમાં એક ચર્ચની છત ધરાશાયી
- ઘટનામાં 10 લોકોના મોત, 60થી વધુ ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઉત્તરી મેક્સિકોમાં એક ચર્ચની છત ધરાશાયી થતા 10 લોકોના મોત થયા હતા અને 50 લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે લગભગ 30 લોકો ફસાયા હોવાની આશંકા છે. પોલીસની તપસામાં જણાવ્યું કે નેશનલ ગાર્ડ પોલીસ, સ્ટેટ સિવિલ ડિફેન્સ ઓફિસ અને રેડ ક્રોસ યુનિટ લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉત્તરી મેક્સિકોમાં રવિવારે રાત્રે એક ચર્ચની છત ધરાશાયી થતાં લગભગ 10 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે લગભગ 30 લોકો ફસાયા હોવાની આશંકા છે. તામૌલિપાસ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે ચર્ચમાં લગભગ 100 લોકો હાજર હતા. તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે. પોલીસ અને બચાવ ટીમે 49 લોકોને સલામત રીતે બચાવ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 4 મહિનાનું બાળક, 3 પાંચ વર્ષના બાળકો અને 2 નવ વર્ષના બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.













