• પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની ઘટનામાં સતત વધારો યથાવત્
  • વર્ષ-2023માં પાકિસ્તાનમાં 789 આતંકી હુમલા થયા જેમાં 1500થી વધુ લોકોનાં મોત થયા
  • બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વામાં સૌથી વધુ આતંકી હુમલાની ઘટના

પાકિસ્તાનમાં હવે ચૂંટણી પૂર્ણ થઈને સરકાર રચાઈ ગઈ છતાં આતંકી હુમલા બંધ થયા નથી. જેથી પાકિસ્તાની સુરક્ષાદળોએ એન્કાઉન્ટ કરવાની નોબત આવી છે. પાકિસ્તાનમાં શનિવારે રાત્રે ઈન્ટેલિજન્સ-આધારિત ઓપરેશન (IBO)દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા. મળતી માહિતી અનુસાર, આતંકવાદી વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ પાછળથી વધુ ચાર આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર માર્યા હતા.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ

દરમિયાન, જિલ્લામાં એક અલગ ઓપરેશનમાં, ISPRએ કહ્યું કે તેણે પાંચ આતંકવાદીઓની ઓળખ કરી છે જેઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બે આતંકવાદીઓ - હઝરત ઉમર અને રહેમાન નિયાઝ - માર્યા ગયા, જ્યારે અન્ય ત્રણ આતંકવાદીઓ ઘાયલ થયા.

બલૂચિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે

મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને સતત વચગાળાની અફઘાન સરકારને તેની સરહદની બાજુએ અસરકારક સરહદ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા કહ્યું છે. આ પહેલા બુધવારે સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા જિલ્લામાં અલગ-અલગ ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. પ્રતિબંધિત આતંકવાદી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને નવેમ્બર 2022 માં સરકાર સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી, પાકિસ્તાને પાછલા વર્ષમાં, ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોયો છે.

પાકિસ્તાનમાં વર્ષ-2023માં 789 આતંકી હુમલા

સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડિઝના વાર્ષિક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં વર્ષ-2023માં કુલ 789 આતંકવાદી હુમલા અને આતંકવાદ વિરોધી અભિયાનમાં હિંસાને લગતા 1524 મોત થઈ ચુકી છે. ઉપરાંત 1463 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે છ વર્ષના રેકોર્ડ સ્તર પર છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન હિંસાના કેન્દ્ર હતા. જ્યાં 90 ટકાથી વધુ મોત અને 84 ટકા હુમલા થયા જેમાં આતંકવાદ અને સુરક્ષાદળોના ઓપરેશનની ઘટનાઓ પણ હતી.

  • Follow us on: