- પાકિસ્તાનમાં એક કિલો ડુંગળી 300 રૂપિયામાં વેચાઈ રહી છે
- રમઝાન પહેલા પણ ઘણી ખાદ્ય ચીજોના ભાવમાં 60 ટકાનો વધારો
- ફળો, શાકભાજી, દૂધ, લોટના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો
મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાન રવિવારથી શરૂ થઈ ગયો છે. જો કે પાડોશી દેશ પાકિસ્તાનમાં શાકભાજી, દૂધ, ખાંડ, ખાદ્યતેલ, ઘી, માંસ, ઈંડા અને કઠોળના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. હવે રમઝાન માટે, પાકિસ્તાનના લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓમાં વધારા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે.
રમઝાન માસમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો
કેટલાક ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ ઝડપથી પૈસા કમાવવાના પ્રયાસને કારણે દેશભરમાં તમામ ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો છે. જેના કારણે ઓછી અને મધ્યમ આવક ધરાવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રમઝાન મહિનામાં ફરી એકવાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના મહિનાઓમાં સામાન્ય રીતે 31.5 ટકાનો વધારો થયો છે અને રમઝાન પહેલા પણ ઘણી ખાદ્ય ચીજોના ભાવમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે.
શાકભાજી અને ફળોના ભાવમાં ભારે વધારો
રમઝાનના કારણે પાકિસ્તાનમાં ડુંગળીની કિંમત 150 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા) થી વધીને 300 રૂપિયા થઈ ગઈ છે. જો કે, કેટલાક વિક્રેતાઓ તેને PKR 250 પ્રતિ કિલોના ભાવે સાધારણ ડિસ્કાઉન્ટ પર વેચી રહ્યાં છે. આ ઉપરાંત ફળ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. બટાકાની કિંમત 50 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગઈ છે.
કોબીજના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. રમઝાનને કારણે કોબીના ભાવ 80-100 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 150 રૂપિયા થઈ ગયા છે. લીલું મરચું અહીં 200 PKRને બદલે 320 PKR પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. કેપ્સિકમ PKR 400 પ્રતિ કિલોના ભાવે પણ ઉપલબ્ધ છે. જોકે પાલકની કિંમતમાં કોઈ વધારો થયો નથી.
રમઝાન મહિનામાં ફળોનું વેચાણ વધી જાય છે. નાના કદના કેળાની કિંમત 80 રૂપિયા પ્રતિ ડઝનથી વધીને 120 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે સારી ગુણવત્તાના મોટા કેળા પ્રતિ ડઝન રૂપિયા 200ના ભાવે વેચાઈ રહ્યા છે. સફરજનના ભાવમાં પણ વધારો થયો છે