• પ્રવાસીથી ભરેલી બસ ટનલની દીવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
  • ચીનના શાંક્સી પ્રાંતમાં એક્સપ્રેસ હાઈવે પર બની ઘટના
  • ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર, મોતનો આંકડો વધી શકે છે

 પાડોશી દેશ ચીનમાં એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી.ચીનના શાંક્સી પ્રાંતમાં બુધવારે એક પેસેન્જર બસ ટનલની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોનાં મોત થયા છે અને 37 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચીનથી મળતી માહિતી અનુસાર, હુબેઈ એક્સપ્રેસ વે પર બપોરે 2.37 વાગ્યે આ અકસ્માત થયો હતો. લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

કાર સ્કૂલમાં ઘૂસી, 3 લોકોનાં મોત

ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ ટનલની દીવાલ સાથે અથડાઈ હતી. જ્યારે અન્ય એક અલગ ઘટનામાં, સ્થાનિક જાહેર સુરક્ષા બ્યૂરોએ જણાવ્યું હતું કે બુધવારે પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં સ્થિત તાઈઝોઉમાં એક કોમર્શિયલ શાળામાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા.

ઘાયલોની હાલત સ્થિર છે

તાઈઝોઉ વોકેશનલ એન્ડ ટેકનિકલ કોલેજમાં સવારે 11:20 વાગ્યે આ ઘટના બની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોની સ્થિતિ સ્થિર છે. ચીનની એક શાળામાં આ તાજેતરનો જીવલેણ કાર અકસ્માત હતો. આ પહેલા 1 માર્ચના રોજ પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતના દેઝાઓના રહેણાંક વિસ્તારમાં એક કાર લોકોના જૂથ પર ચડી ગઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા બાળકો ઘાયલ થયા હતા.

  • Follow us on: