- સેનાએ સાડા 4થી 5 લાખ વધુ યુક્રેનિયનોને સશસ્ત્ર દળોમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો
- યુદ્ધમાં બંને દેશોના હજારો સૈનિકો અને નાગરિકોના મોત થયા
- યુદ્ધમાં લડવા માટે સેનાની સંખ્યા વધારીને 15 લાખ કરવાની યોજના
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મંગળવારે કહ્યું હતું કે સેનાએ સાડા 4થી 5 લાખ વધુ યુક્રેનિયનોને સશસ્ત્ર દળોમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ એક 'અતિ સંવેદનશીલ' મુદ્દો છે જેને સંસદમાં મોકલતા પહેલા સેના અને સરકાર વચ્ચે ચર્ચા કરવામાં આવશે.
હકીકતમાં યુક્રેન અને રશિયા વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને દેશોના હજારો સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. હજારો ઘાયલ થયા છે. આ દરમિયાન યુક્રેને રશિયા સામેના યુદ્ધમાં લડવા માટે સેનાની સંખ્યા વધારીને 15 લાખ કરવાની યોજના બનાવી છે.













