- મારિયાના ટાપુ વિસ્તારની નજીક આવ્યો ભૂકંપ
- રિક્ટર સ્કેલ પર ભૂકંપ તીવ્રતા 7.1 નોંધાઇ
- પ્રશાંત મહાસાગરથી 12.4 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
US જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે શુક્રવારે પ્રશાંત મહાસાગરમાં ઉત્તરીય મારિયાના ટાપુ વિસ્તારની નજીક ભૂકંપ અનુભવાયો હતો. જાણકારી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મારિયાના ટાપુ વિસ્તારની નજીક ભૂકંપના ખૂબ જ તીવ્ર આંચકા અનુભવાયા છે. US જિયોલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. GFZએ જણાવ્યું હતું કે ભૂકંપ 12.4 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. અવાર નવાર ભૂકંપના આચકા દિવસેને દિવસે વધવા લાગ્યા છે. જેને લઇ તંત્રને સાવચેત કરવામાં આવી રહ્યું છે.













