- હમાસ અને ઈઝરાયલ વચ્ચે છ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
- ગાઝામાં કાટમાળ વચ્ચે હજારો બેઘર માટે ઉપર આભ નીચે જમીન જેવી સ્થિતિ
- યુનો અને અમેરિકાની પહેલને લીધે ઈઝરાયલ માની ગયું
ઈઝરાયેલે શુક્રવારે એક સરકારી નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે મોટા પગલાં લઈ રહ્યું છે, જેમાં ઉત્તરી ગાઝા તરફ ક્રોસિંગ ખોલવાનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય તરફથી આ નિવેદન જો બિડેન અને નેતન્યાહૂ વચ્ચેની વાતચીતના થોડા કલાકો બાદ આવ્યું છે. જો બિડેને કહ્યું કે જો ઈઝરાયેલ પેલેસ્ટિનિયન નાગરિકોને માનવતાવાદી મદદમાં અડચણરૂપ બનશે તો અમેરિકા ઈઝરાયેલને મદદ કરવાનું બંધ કરી દેશે.
સરહદ ખોલવાની ઈઝરાયેલની જાહેરાતમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે આ માર્ગ દ્વારા ગાઝામાં શું અને કેટલી માત્રામાં મોકલવામાં આવશે. પરંતુ જો બિડેન સાથે સંમત થયા બાદ અમેરિકાએ ઈઝરાયેલને સૈન્ય અને રાજદ્વારી મદદ આપવાનું ચાલુ રાખ્યું છે. ગાઝામાં ખાદ્યપદાર્થો પહોંચાડી રહેલા 7 સહાય કર્મચારીઓના મોત બાદ સમગ્ર વિશ્વ ઇઝરાયલથી નારાજ છે. આવી સ્થિતિમાં અમેરિકા પણ ઈઝરાયેલ છોડવા માટે તૈયાર હતું.
ઈઝરાયેલના અધિકારીઓએ શું કહ્યું?
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે યુક્રેન અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ગુરુવાર સુધીમાં 33 હજારથી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 75,600 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું કે 7 ઓક્ટોબર પછી પહેલીવાર સુરક્ષા કેબિનેટ પેલેસ્ટાઈન માટે સરહદ ખોલવા માટે સંમત થઈ છે. ઈઝરાયેલના અધિકારીઓએ કહ્યું કે આ માર્ગ દ્વારા પેલેસ્ટાઈનના નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવશે. આ સિવાય કેબિનેટે ગાઝાને વધુ સહાય આપવા માટે ઈઝરાયેલના બંદર અશ્દોદના ઉપયોગને પણ મંજૂરી આપી છે.
સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણયને આવકાર્યો છે
સંયુક્ત રાષ્ટ્રે પણ સરહદ ખોલવાનું સ્વાગત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલે ગિલ બોર્ડર ખોલી છે, તેને ઈરેઝ ક્રોસિંગ કહેવામાં આવે છે. આ ક્રોસિંગ દ્વારા હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને 1200 થી વધુ લોકોની હત્યા કરી, અને લગભગ 250 લોકોને બંધક પણ બનાવ્યા. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે માનવતાવાદી દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સરહદને સાવધાનીપૂર્વક ખોલવી એ સારું પગલું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જરૂર છે.