ઓસ્ટ્રેલિયામાં બે વિમાન આકાશમાં અથડાઈ જવાની ઘટના સામે આવી રહી છે. સિડનીની દક્ષિણ-પશ્ચિમમાં શનિવારે બે નાના વિમાન હવામાન અથડાયા પછી અકસ્માતનો ભોગ બનીને નીચે તૂટી પડયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. ઘટનાની જાણકારી મળતા રાહત અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ કાર્યવાહી હાથ ધરી હતી.


 

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ટીમ સિડનીથી લગભગ 55 માઈલ દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત અર્ધ-ગ્રામીણ વિસ્તારમાં બે કાટમાળના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. ન્યૂસાઉથ વેલ્સ પોલીસના કાર્યકારી અધિકારીએ પુષ્ટિ કરી કે સેસના 182 એરક્રાફ્ટ બે લોકોને લઈ જઈ રહેલા અલ્ટ્રાલાઈટ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું જે એક વ્યક્તિને લઈ જતું હતું. પીડિતો વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.

આકાશમાં વિમાન અથડાયા

આ બંને વિમાનો સામસામે ટકરાયા હતા. જેના કારણે તેમાં બેઠેલા હવાઈ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા છે અને બીજા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, સાક્ષીઓએ "આકાશમાંથી કાટમાળ પડતો જોયો" અને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ "કદાચ કોઈ બચી જવાની અપેક્ષા નથી." એક સરકારી અધિકારીએ કહ્યું કે, "દુર્ભાગ્યવશ, તેઓ કંઈ કરી શક્યા ન હતા." આ અકસ્માતના કારણની તપાસ કરશે.


  • Follow us on: