ઈઝરાયલે 25 દિવસ પછી ઈરાન પર વળતો હુમલો કર્યો છે. તેને ઈરાનની રાજધાની તહેરાન સહિત ચાર શહેરો પર ભીષણ હુમલો કર્યો છે. ઈઝરાયલના ટાર્ગેટ પર ઈરાનના ઘણા સૈન્ય ઠેકાણા પણ રહ્યા હતા. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે ઈરાન પર હુમલાનું ઈઝરાયલના પીએમ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. તેની સાથે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોગ ગેલેન્ટ પણ હાજર હતા. પહેલી ઑક્ટોબરે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો.


ઈઝરાયલે ઈરાનના આ પાંચ શહેરોના 10 ઠેકાણાઓ પર હુમલો કર્યો

કરાઝ, તહેરાન, મસાદ, કોમ, શિરાઝ

ઈરાનમાં 100થી વધુ ફાયટર જેટનો એકસાથે હુમલો

ઈઝરાયલ છેલ્લા ઘણા દિવસોથી આ હુમલાની વાટ જોઈ રહ્યું હતું. પહેલી ઑક્ટોબર પછી જ ઈઝરાયલે એવું નક્કી કરી લીધું હતું કે, તેઓ ઈરાન પર હુમલો કરીને જ જંપશે. 25 દિવસ પછી તેને એવું જ કરી બતાવ્યું.

ઈઝરાયલે હુમલાની જાણકારી અમેરિકાને આપી

ઈરાનની રાજધાની તહેરાન પર ઈઝરાયલે કરેલા હુમલાની વ્હાઈટ હાઉસને જાણકારી આપી હતી. આ હુમલા પછી ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે, સેલ્ફ ડિફેન્સમાં તેને જવાબ આપવાનો હક છે.

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ હુમલાનું મોનિટરિંગ કરતા હતા

ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂ જાતે ઈરાન પર કરેલા હુમલાનું મોનિટરિંગ કરી રહ્યા હતા. આ હુમલા દરમ્યાન તેઓ ઈઝરાયલના તેલ અવીવ સંરક્ષણ હેડ કવાર્ટરમાં હાજર હતા. તેઓની સાથે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ પણ હાજર હતા.

ઈઝરાયલની કાર્યવાહી પૂર્ણ, ઈરાન વળતો હુમલો ન કરે : અમેરિકા

ઈરાન પર ઈઝરાયલી હુમલાને લઈ અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું કે, ઈરાન પર ઈઝરાયલની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકાએ ઈરાનને વળતો હુમલો ન કરવાની અપીલ કરી હતી. જો કે, ઈઝરાયલે જાતે આની જાહેરાત કરી હતી. ઈરાનમાં તેનું ઑપરેશન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકાએ કહ્યું કે, ઈરાન તણાવને વધુ પ્રોત્સાહન ન આપે.

 ઈઝરાયલના હુમલા પછી ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય

ઈઝરાયલી હુમલા પછી ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હુમલા બાદ આઈડીએફે કહ્યું કે, ઈરાની ડિફેન્સ સિસ્ટમ અમારી હુમલા રોકવામાં નિષ્ફળ નીવડી છે.

ઈરાન પર હુમલા પછી નેતન્યાહૂની સુરક્ષા બેઠક

ઈરાન પર ઈઝરાયલે હુમલો કર્યા પછી પીએમ બેંઝામિન નેતન્યાહૂએ સંરક્ષણ મંત્રી અને સુરક્ષા પ્રમુખો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુપ્તચર સંસ્થા મોસાદના વડા પણ હાજર હતા. 

  • Follow us on: