કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે પોતાના ઈમિગ્રેશન નિયમો ફરી એકવાર આકરા કર્યા છે. કેનેડાની સરકારે આગામી બે વર્ષ માટે પ્રવાસીઓ સાથે સંકળાયેલી પોલિસીમાં બદલવાનો નિર્ણ કર્યો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, “અમે આગામી બે વર્ષ માટે કેનેડા આવતા ઈમિગ્રાન્ટસની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યા છીએ, આ હંગામી નિર્ણય છે, જે અમારી વસ્તી વૃદ્ધિને રોકવા અને અમારી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.।”
'વસ્તી સ્થિર કરવાની જરૂર છે'
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે આપણી અર્થવ્યવસ્થામાં થયેલા નુકસાન અને ઘટાડામાંથી બહાર કાઢવામાં ઇમિગ્રન્ટ્સે મોટો ફાળો આપ્યો છે, પરંતુ હવે એડજસ્ટમેન્ટ કરવાનો સમય આવી ગયો છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાને તેની વસ્તી સ્થિર કરવાની જરૂર છે. "અમારી સિસ્ટમે તમામ કેનેડિયનો માટે યોગ્ય રીતે કામ કરવું પડશે," તેમણે કહ્યું.
https://www.instagram.com/reel/DBhNhg-OYTh/?utm_source=ig_web_copy_link
શું કહ્યું ઈમિગ્રેશન મંત્રીએ
કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે 2025-2027 ઈમિગ્રેશન લેવલ પ્લાનની જાહેરાત કરી છે. આપણા દેશની આર્થિક સફળતા અને વિકાસ માટે ઇમિગ્રેશન પોલિસી જરૂરી છે. આપણા દેશની જરૂરિયાતો અનુસાર, આ યોજના વસ્તી વૃદ્ધિને રોકવામાં સફળ થશે, જેથી વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય.
વર્ષ-2025થી 2027 સુધીની યોજના
કેનેડામાં નવી ઈમિગ્રેશન પોલિસી હેઠળ 2025માં માત્ર 3,95,000 લોકોને જ પરમેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે. આગામી વર્ષોમાં તેમાં વધુ ઘટાડો જોવા મળશે. 2026માં માત્ર 3,80,000 લોકોને અને પછી 2027માં 3,65,000 લોકોને કાયમી નિવાસ આપવાની યોજના છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કેનેડા હવે PR આપવા પર ઘટાડો કરી રહ્યું છે.
વસ્તી રેકોર્ડ સ્તરે વધી છે
કેનેડાની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સીએ જણાવ્યું હતું કે દેશની વસ્તી 2023થી 2024 સુધીમાં 3.2 ટકા વધવાનો અંદાજ છે, જે વર્ષ-1957 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. હવે અહીંની વસ્તી 41 મિલિયન થઈ ગઈ છે. આ વસ્તી વધારામાં બહારથી આવતા વસાહતીઓએ ફાળો આપ્યો છે.