હમાસ સાથે લડતા ઈઝરાયલને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. જો કે, હમાસે ઈઝરાયલના બંધકોને ન છોડી મુકતા આખરે ઈઝરાયલ હવે મરણિયું બન્યું છે. જેથી ગાઝાના નુસેરાત શિબિરમાં આવેલા એક સ્કૂલ ઉફર ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 17 પેલેસ્ટિયન નાગરિકો મોતને ભેટયા છે. મૃતકોમાં 11 મહિનાની બાળકી પણ સામેલ છે. જ્યારે 32 ઈજાગ્રસ્ત છે જેમાંની ઘણાની સ્થિતિની ગંભીર છે.
42 હજારથી વધુ પેલેસ્ટિનિયનો મોતને ભેટયાં
આ પ્રથમવાર નથી કે જ્યારે ઈઝરાયેલની સૈન્યએ એવી શાળાને નિશાન બનાવી હોય જેમાં હજારો બેઘર પરિવારો રહે છે. હંગામી કેમ્પ અને શેલ્ટર હોમ પર પણ ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં ઘણીવાર મહિલાઓ અને બાળકોનાં મોત થાય છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના વળતા હુમલામાં 42 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.
ઈઝરાયલની સેનાનું કહેવું છે કે તેઓએ 17,000થી વધુ લડવૈયાઓને મારી નાખ્યા છે. આ યુદ્ધને કારણે ગાઝાની 2.3 મિલિયન વસ્તીમાંથી લગભગ 90 ટકા લોકો બેઘર થયા છે. ઘણા વિસ્તારો કાટમાળમાં ધકેલાઈ ગયા છે, જેના કારણે સેંકડો લોકો તંબુ કેમ્પમાં રહેવા મજબૂર છે.
ઈઝરાયેલે 18 પેલેસ્ટાઈનની ધરપકડ કરી હતી
મળતી માહિતી મુજબ, ઈઝરાયલી સેનાએ પશ્ચિમ કાંઠે પત્રકાર અને ભૂતપૂર્વ કેદીઓ સહિત ઓછામાં ઓછા 18 પેલેસ્ટિનિયનોની ધરપકડ કરી હતી. પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ સોસાયટીના જણાવ્યા અનુસાર, ગાઝા પર યુદ્ધની શરૂઆતથી ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 11,400થી વધુ થઈ ગઈ છે.
રશિયાના કઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ અને લેબનોનમાં યુદ્ધને વધતુ અટકાવવાના પ્રયાસો થશે. શી જિનપિંગે ભારપૂર્વક કહ્યું, “પેલેસ્ટાઈન અને લેબનોનમાં વધુ વિનાશ થવો જોઈએ નહીં. આપણે શાંતિ માટે સ્થિર બળ બનાવવા માટે સાથે આવવું જોઈએ."