અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. આ દરમ્યાન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો નવો સરવે જાહેર થયો છે. જેમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ડેનોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને પોતાના હરિફ કમલા હેરિસથી સામાન્ય આગળ છે. એક ખાનગી સંસ્થા દ્વારા હાથ ધરામાં આવેલા સરવેમાં આ વાત સામે આવી છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, હેરિસ કરતાં બે ટકા પોઈન્ટથી આગળ નીકળ્યા છે.


 

સરવેમાં શું તફાવત છે

મળતી માહિતી અનુસાર, આ સરવેમાં ડોનાલ્ડ ટ્રમ્પ (48 ટકા) યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ (46 ટકા) આગળ છે, જે ઓગસ્ટથી યથાવત્ છે. અમેરિકાના સાત મહત્વપૂર્ણ રાજ્યોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હેરિસથી 47 ટકાની સરખામણીમાં 48 ટકા આગળ છે.

મહત્વના રાજ્યોમાં ટ્રમ્પનો દબદબો છે

દેશના સાત મહત્વના રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ 0.9 ટકાથી આગળ છે. આ સાત મહત્વના રાજ્યો એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા છે. એવું માનવામાં આવે છે કે આ રાજ્યોમાં અહીંના મતદારોનો ઝોક બદલાતો રહે છે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે.

ડોનાલ્ડ ટ્રમ્પ આગળ આવ્યા

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડિસિઝન ડેસ્ક હિલના લેટેસ્ટ સરવેમાં પણ ટ્રમ્પે લીડ મેળવી હતી. આ સરવેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતના મામલે કમલા હેરિસ કરતા 4 ટકા આગળ હતા. ડોનાલ્ડ ટ્રમ્પની જીતનો અંદાજ 52 ટકા હતો જ્યારે કમલા હેરિસની જીતની સંભાવના માત્ર 48 ટકા હતી.


  • Follow us on: