- અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
- ધરતીકંપને લીધે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યાં
- ભૂકંપના કારણે કોઈ જાનહાનિની અહેવાલ નહીં
અફઘાનિસ્તાનમાં સવારે ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા ધરતીકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 4.8 નોંધાઈ હતી. ભૂકંપથી હાલ પૂરતું તો કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા. અફઘાનિસ્તાન ભૂકંપ માટે સંવેદનશીલ ક્ષેત્ર છે. અફઘાનિસ્તાન સિવાય તાઈવાનમાં પણ શુક્રવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. તાઈવાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 6.3 માપવામાં આવી હતી. તાઈવાનના પૂર્વ શહેર હુલીએનથી 34 કિલોમીટર દૂર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી નુકસાન થયાનો કોઈ રિપોર્ટ નથી.













