• એમપોકસ મહામારી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ
  • વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઈમરજન્સી સમિતિની બેઠક બોલાવી
  • એમપોકસ મહામારીના આફ્રિકામાં કુલ 15 હજાર કરતાં વધુ કેસ સામે આવ્યા


વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે હૂએ ઈમરજન્સી સમિતિની બેઠકમાં એમપોક્સ વાયરસના પ્રકોપ પર ચર્ચા કરવા સમય નક્કી કર્યો છે. એમપોક્સની ઝપટે અત્યાર સુધી કુલ 116 લોકો આવી ચુક્યા છે. વર્ષ-2022માં આ બીમારી સામે આવી હતી. જે સમાપ્ત થવાના બદલે વધતી જઈ રહી છે. તાજેતરમાં વૈશ્વિક સ્તરે આના કેસોમાં સતત વધારો નોંધાયો છે. આ પશ્ચિમ, મધ્ય અને પૂર્વ આફ્રિકન દેશમાં વધુ ફેલાઈ રહ્યો છે. ઉપરાંત અમેરિકા અને યુરોપમાં પણ આના કેસો સામે આવી રહ્યા છે.

ઘણા દેશોમાં આ મહામારી ફેલાઈ

હાલના દિવસોમાં એમપોક્સનો કહેર કોરોના વાયરસની જેમ આખા આફ્રિકન દેશોમાં જોવા મળ્યો છે. આમાં સૌથી વધુ અસર કોંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં જોવા મળ્યો છે. આ સાથે અમેરિકાએ આની મદદ માટે 17 મિલિયન ડોલર આપ્યા છે. આના કારણે મોતના આંકડા વધતા જઈ રહ્યા છે. આને જોતા આફ્રિકન સંઘે જાહેર હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કરી છે.

કેટલા લોકો અસરગ્રસ્ત

આ વર્ષે આફ્રિકામાં એમપોકસના 15 હજાર કરતાં વધુ કેસ સામે આવી ચુક્યા છે. આનાથી અત્યાર સુધી કુલ 461 મોતના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આમાં 18 દેશોના કેસ સામેલ છે. રિપોર્ટ અનુસાર, આફ્રિકન મહાદ્વીપના આશરે 10 મિલિયન કરતાં વધુ રસીની જરૂર છે, જ્યારે તેઓની પાસે માત્ર બે લાખ જ રસીનો જથ્થો છે. એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે રસીના પ્રમાણને વધારવા માટે હવે ઝડપથી કામ કરવામાં આવશે. આને બીજા દેશો માટે એક ચેતવણી કહેવામાં આવી છે. આ સિવાય અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ હેલ્થ ઈમરજન્સીની જાહેરાત કોઈ ઓપચારિકતા નથી, પરંતુ આ જીવલેણ બીમારી રોકવા અને સમાપ્ત કરવા પોતાના પ્રયાસોમાં સક્રિયતા લાવવા વધુ આક્રામક થવાની જરૂર છે.

  • Follow us on: