અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેને તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા ભારત માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે સંરક્ષણ સોદાને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R મલ્ટી મિશન હેલિકોપ્ટરના મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો મળશે. તેનાથી ભારતની તાકાતમાં વધુ વધારો થશે. આ સાધનોની પ્રાપ્તિની કિંમત 1.17 અબજ ડોલર છે. રાષ્ટ્રપતિએ પોતાના નિર્ણય અંગે યુએસ કોંગ્રેસને પણ જાણ કરી છે.


યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, સંરક્ષણ સુરક્ષા સહકાર એજન્સીએ એક સૂચનામાં કોંગ્રેસને જણાવ્યું છે કે સાધનસામગ્રીના વેચાણ માટે પ્રસ્તાવિત યોજના ભારતની તેની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને અપગ્રેડ કરીને વર્તમાન અને ભવિષ્યના જોખમોને રોકવાની ક્ષમતામાં સુધારો કરશે. બાઇડેન વહીવટીતંત્રે તેની ચાર વર્ષની મુદત પૂરી થવાના થોડા અઠવાડિયા પહેલા જ ભારતને મોટા સંરક્ષણ સાધનોના વેચાણને મંજૂરી આપી દીધી છે.

આ લોકો ભારતની મુલાકાત લેશે

આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન અને મિશન સિસ્ટમ્સ દ્વારા સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરવામાં આવશે. યુએસ સરકારના 20 કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કંપનીઓના 25 પ્રતિનિધિઓ આ હથિયારોના વેચાણ અને તકનીકી સહાય માટે ભારતની મુલાકાત લેશે.

અમેરિકા-ભારતના સંબંધો મજબૂત થશે

આ પ્રસ્તાવિત વેચાણ યુએસ વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યોને ટેકો આપશે, યુએસ-ભારત વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવામાં તેમજ મુખ્ય સંરક્ષણ ભાગીદારની સુરક્ષામાં સુધારો કરવામાં મદદ કરશે. આ વેચાણથી સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને અપગ્રેડ કરીને વર્તમાન અને ભવિષ્યના જોખમોને રોકવાની ભારત સરકારની ક્ષમતામાં સુધારો થશે. ભારતને તેના સશસ્ત્ર દળોમાં આ ઉપકરણો અને સેવાઓનો સમાવેશ કરવામાં કોઈ સમસ્યા નહીં હોય યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ સાધનો અને સહાયના પ્રસ્તાવિત વેચાણથી આ ક્ષેત્રમાં મૂળભૂત સૈન્ય સંતુલન બદલાશે નહીં.

  • Follow us on: