અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની નુકસાની એલન મસ્કને સહન કરવી પડી છે. મસ્કને એક જ દિવસમાં એટલું નુકસાન થયુ છે કે એ રકમથી પાકિસ્તાન પાંચ વખત આઇએમએફ પાસે લોન લઇ પોતાનું અર્થતંત્ર સુધારી શકે છે. એલન મસ્કને એક જ દિવસમાં 33 બિલિયન ડૉલરથી પણ વધુ નુકસાન થયુ છે. આ વિવાદ અને નુકસાન વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. અને એલન મસ્કને આડે હાથ લીધા છે.


ટ્રમ્પના મસ્ક પર કટાક્ષ

ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી જણાવ્યુ છે કે, મસ્કને હવે સરકારની યાદ આવી શકે છે. તો આ તરફ, મસ્કે જવાબ આપતા જણાવ્યુ છે કે, અમારી મદદ વિના તમે રાષ્ટ્રપતિ પણ ન બની શકે. ટ્રમ્પે મસ્કને પોતાની સરકારમાં સામેલ કર્યા હતા. અને આર્થિક ખર્ચ પર કાપ મુકવા માટેનું જવાબદારીભર્યુ કામ સોંપ્યુ હતુ. પરંતુ ટ્રમ્પ સરકારનું બીગ બ્યુટીફુલ બિલનો મસ્કે વિરોધ કર્યો હતો. અને સરકારમાંથી રાજીનામું આપ્યુ હતુ. જે બાદ ટ્રમ્પે મસ્કને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા. જેનું મસ્કને ભારે નુકસાન થયુ હતુ. તેમની સંપતિમાંથી 33 બિલિયન ડૉલર ઓછા થઇ ગયા છે.

પાકિસ્તાનના અર્થતંત્રનો ઉલ્લેખ

ઉદ્યોગપતિ લન મસ્કને એટલું નુકસાન થયુ છે કે, જેમાં પાડોશી દુશ્મન દેશની ઇકોનોમી પાંચ વખત બૂસ્ટ કરી શકાશે. પાડોશી દેશને આઇએમએફે લોન સ્વરૂપે કરોડો રુપિયા આપ્યા છે. જેનો ઉપયોગ તે ક્યાં કરે છે. તે સૌ કોઇ જાણે છે. ત્યારે આવા ગરીબ અર્થતંત્રને સુધારવા માટે તે કોઇ નક્કર પગલા લે તે જરુરી છે. મસ્કના ટેસ્લાના શેયરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શેયરમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. શેર બજાર ટેસ્લાના શેયરમાં 284.70 ડૉલર પર બંધ થયુ હતુ. મસ્ક અને ટ્રમ્પના એકબીજા પરના કટાક્ષ તેમને આર્થિક નુકસાન કરી રહ્યા છે. 

  • Follow us on: