જાપાનના એરપોર્ટ પર અચાનક એક અમેરિકન બોમ્બ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટથી એરપોર્ટના ટેક્સીવે પર એક મોટો ખાડો પડી ગયો હતો. જેના કારણે અહીં 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. જાપાનના અધિકારીઓએ જણાવ્યું કે, બ્લાસ્ટમાં કોઈને ઈજા થઈ નથી. આ અંગે જમીન અને પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ જાપાનના મિયાઝાકી એરપોર્ટ પર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે ત્યાં કોઈ વિમાન નહોતું.


અચાનક 500 પાઉન્ડના અમેરિકન બોમ્બ થયો બ્લાસ્ટ

અધિકારીઓએ જણાવ્યું કે, સેલ્ફ-ડિફેન્સ ફોર્સિસ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્લાસ્ટ 500 પાઉન્ડના અમેરિકન બોમ્બથી થયો હતો. જો કે, હાલમાં કોઈ ખતરો નથી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને અચાનક બ્લાસ્ટ કયા કારણોસર થયો તે જાણવામાં આવી રહ્યું છે.

80થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ

આ દુર્ઘટના એવિએશન સ્કૂલમાંથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં દેખાઈ રહી છે. વિસ્ફોટને કારણે ડામરના ટુકડા હવામાં ફુવારાની જેમ ઉછળતા જોવા મળ્યા હતા. જાપાની મીડિયાના જણાવ્યા અનુસાર સર્ક્યુલેટ થયેલા વીડિયોમાં ટેક્સીવેમાં એક ઊંડો ખાડો દેખાઈ રહ્યો છે. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ કહ્યું કે, એરપોર્ટ પર 80થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ અંગે તેમણે જણાવ્યું કે, એક દિવસ પછી પરિચાલન ફરી શરૂ થશે જશે.

70 થી 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યા

વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને હથિયાર મૂક્યા ન હતા. હાર્યા છતાં તેણે હાર સ્વીકારી નહીં. આ પછી 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેરની ઉપરથી ઉડાન ભરી અને બોમ્બરથી પરમાણુ બોમ્બ ફેંક્યો. આ બોમ્બનું નામ લિટલ બોય હતું. આ બોમ્બ શહેરથી માત્ર 600 મીટર ઉપર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે 70થી 80 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે, ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ નાગાસાકી પર બીજો પરમાણું બોમ્બ 'ફેટ મેન' ફેંક્યો હતો.


  • Follow us on: