- ટ્રક ડ્રાયવરને 23 મેના રોજ કોર્ટ સજા પર આપશે ચુકાદો
- ભારતીય ટ્રક ડ્રાયવરે અમેરિકામાં વિવિધ સ્થળે કોકેઈનની ડિલિવરી કરી
- આરોપી ડ્રાયવરને 20 વર્ષની સજા થઈ શકે છે
કેનેડાની કોર્ટમાં ભારતીય મૂળના ટ્રક ડ્રાયવર કરિશ્મા જગરુપે કોકેઈન સ્મગલિંગનો ગુનો સ્વીકાર કરી લીધો છે. આ કેસમાં તેને વધુમાં વધુ 20 વર્ષની સજા, એક મિલિયન ડોલરનો દંડ અથવા આશરે ત્રણ વર્ષની નિરીક્ષણ હેઠળ મુક્તિનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકી એટોર્ની જેસી લાસ્લોવિચે જણાવ્યું કે ઓંટારિયાની રહેવાસી કરિશ્મા કૌર જગરુપ ઉંમર 42 વર્ષ મોંટાના સરહદે કેનેડાથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ દરમિયાન તેને કસ્ટમ અને બોર્ડર પર ફરજ બજાવતા જવાનોએ ઝડપી લીધો હતો. બાદમાં આ તેની પર કેસ ચલાવવામાં આવ્યો હતો.
સરકારે કોર્ટના દસ્તાવેજોમાં આરોપ લગાવ્યો છે કે જુલાઈ-2021માં એક કોમર્શિયલ ટ્રક ટોલ કાઉન્ટીમાં સ્વીટગ્રાસ પોર્ટ ઑફ એન્ટ્રી પાસે ઉત્તર તરફ જતી ટ્રક જ્યારે આઉટબાઉંડન લેન સીમાં પહોંચી ત્યારે કસ્ટમ અને સરહદ પર જવાનોએ ટ્રક રોકવા જણાવ્યું પરંતુ ડ્રાઈવરે સિગ્નલને અવગણીને આગળ વધી ગયો હતો. અધિકારીઓએ ટ્રકનો પીછો કર્યો હતો. અંતમાં ટ્રકને પરત બુથ પર લઈ જવાયો અને ટ્રકમાંથી બધો સામાન નીચે ઉતારીને સઘન તપાસ કરાઈ હતી. જેમાં તરબૂચની બે પેટીઓ હટાવી દેતા એક પ્લાસ્ટિકની બેગ જોવા મળી હતી જેમાં આશરે 30 કિલોગ્રામ કોકેઈન હતું.
પૂછપરછમાં અધિકારીઓને જણાવ્યું કે આરોપી શીખ ડ્રાઈવર છેલ્લા એક અઠવાડિયા પહેલાં અમેરિકામાં દાખલ થયો હતો અને ઓરેગોન અને કેલિફોર્નિયામાં સુપરમાર્કેટમાં કોકેઈન આપ્યું હતું. છેલ્લે એવો પણ સ્વીકાર કર્યો કે તે કેનેડામાં એક ગૃપ માટે કોકેઈન લઈ જઈ રહ્યો હતો. આરોપી ડ્રાઈવરની સજા માટે 23 મેની તારીખ નક્કી કરવામાં આવી છે. અને તેને આગળની કાર્યવાહી પડતર હોવાથી એક સારવાર કેન્દ્રમાં શરતોને આધીન છોડવામાં આવ્યો છે.