• યુવા નેતા અને પાક સ્ટાર ગ્રૂપ ઓફ કંપનીના માલિક મોહસિન ખાન અબ્બાસી છે
  • અંજુને 40 લાખ રૂપિયાની જમીનના ડોક્યૂમેન્ટ પણ આપ્યા છે
  • અંજુ પાકિસ્તાની નાગરિકતા લેશે તો ઘરે બેઠા મળશે પગારઃ અબ્બાસી

અંજુ અને નસરુલ્લાહ જ્યાં એક તરફ નિકાહ કબૂલ કરવાની વાતને નકારી રહ્યા છે તો સાથે આ વાતને સાચી સાબિત કરવા માટે અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. જે વાતો સામે આવી છે તેમાં અંજુએ બુરખો પહેર્યો છે અને તેને અનેક મોંઘી ગિફ્ટ પણ મળી છે. આ સિવાય એક વ્યક્તિએ અંજુને 40 લાખ રૂપિયાની જમીનના ડોક્યૂમેન્ટ પણ આપ્યા છે. હવે પ્રશ્ન એ છે કે આખરે આ વ્યક્તિ કોણ છે જેણે આટલી મોંઘી ગિફ્ટ આપી છે.

અંજુ પાસે છે આવી મોટી ઓફરો પણ

અંજુને ફક્ત મોંઘો ફ્લેટ ગિફ્ટમાં મળ્યો નથી, તેને ઓફર પણ આપવામાં આવી છે. જો તે પાકિસ્તાનની નાગરિકતા લે છે તો તેને ઘરે બેસીને સેલેરી મળી શકે છે.આ સિવાય જે પાકિસ્તાની વ્યક્તિની વાત થઈ છે તે યુવા નેતા અને પાક સ્ટાર ગ્રૂપ ઓફ કંપનીના માલિક મોહસિન ખાન અબ્બાસી છે. મોહસિન એક પાકિસ્તાની બિઝનેસમેન છે. જેનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં તેમના પ્રોજેક્ટ છે જ્યાં તે ફ્લેટ અને ઘર બનાવી રહ્યા છે.

શા માટે ગિફ્ટ કર્યો મોંઘો ફ્લેટ

મોહસિને કહ્યું કે અમે અમારી કંપનીની તરફથી વિઝિટ પર અપર દીર ગયા હતા અને અહીં અંજુની સાથે મુલાકાત કરી. તે હિંદુસ્તાનથી પાકિસ્તાન આવી છે. તેણે અમારો ધર્મ કબૂલ કર્યો છે. અમે તેને વેલકમ કરવા અને મોટિવેશન આપવા ગયા હતા. તેઓએ એમ પણ કહ્યું કે પાકિસ્તાની પ્રજા અંજુની સાથે છે. તમામ નવયુવાનો, બાળકો તેની સાથે છે. અબ્બાસીએ કહ્યું કે અમે તેનું સ્વાગત કરવા ગયા હતા. કોઈ પણ ક્યાંય પણ શિફ્ટ થાય છે તો સૌથી મુદ્દો રહેવાનો હોય છે. આ કારણે અમે તેને ઘર બનાવવા માટે જમીન ગિફ્ટ કરી હતી.


અંજુ પાકિસ્તાની નાગરિકતા લેશે તો ઘરે બેઠા મળશે પગાર

પાક સ્ટાર ગ્રૂપ ઓફ કંપનીના માલિક મોહસીને કહ્યું કે અમે તેને ઓફર આપી છે કે જો તે લીગલ ડોક્યુમેન્ટ્સ પૂરા કરશે તો તેને કંપનીની બ્રાન્ડ એમ્બેસડર બનાવવામાં આવશે. એટલું નહીં અંજુને ઘરે બેઠા સેલેરી પણ આપવામાં આવશે. આ સાથે અન્ય પ્રશ્ન એ છે કે અંજુ સતત લગ્ન અને ધર્મ બદલવાની વાત નકારી રહી છે તો આ જાહેરાત કેમ...અબ્બાસીએ કહ્યું કે અમે તપાસ કરી છે અને પછી જ જાહેરાત કરી છે. અમારા પાકિસ્તાનમાં ખુશીનો માહોલ છે.

અંજુ અમારા માટે મિસાલઃ મોહસીન

અંજુના ભારતીય પરિવારને લઈને મોહસીને કહ્યું કે કોઈ પોતાનું ઘર અને દેશ છોડીને આવે, તે ગૌણ છે... મહત્ત્વનું એ છે કે તે ક્યાં આવી છે. તે પાકિસ્તાન આવી છે અને અમે તેની જિંદગીની જરૂરિયાતોનું ધ્યાન રાખવા તેની સાથે છીએ. તેઓએ અંજુને મિસાલ ગણાવી છે.  

  • Follow us on: