- અંજુ આવતા મહિને ભારત પરત ફરી શકે
- તે તેના બાળકોને યાદ કરી રહી છે:નસરુલ્લાહ
- અંજુ માનસિક રીતે ખૂબ જ પરેશાન છેઃ નસરુલ્લા
પ્રેમ માટે ભલે અંજુ બોર્ડર ઓળંગીને પાકિસ્તાન ગઈ હોય પરંતુ હવે ભારત પરત ફરશે. આ વાતનો ખુલાસો અંજુના પાકિસ્તાની પતિ નસરુલ્લાહએ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તે માનસિક રીતે પરેશાન છે. નસરુલ્લાહએ કહ્યું હતું કે અંજુ આવતા મહિને ભારત પરત ફરી શકે છે. તમને જણાવી દઈએ કે અંજુ રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડીની રહેવાસી છે. તેણે પાકિસ્તાન જઈને નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા છે.
હકીકતમાં અંજુ નામની એક મહિલા જેણે પોતાના પતિ અને બે બાળકોને છોડીને ભારતથી પાકિસ્તાન સરહદ પાર કરી અને એક પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કર્યા હતા. તે આવતા મહિને પરત આવી શકે છે તેના પાકિસ્તાની પતિ નસરુલ્લાહએ આ વાત કહી હતી.
અંજુ માનસિક રીતે ખૂબ જ પરેશાન છેઃ નસરુલ્લા
નસરુલ્લાહએ કહ્યું હતું કે અંજુ માનસિક રીતે ખૂબ જ પરેશાન છે અને તે તેના બે બાળકોને મિસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અંજુએ 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં ઈસ્લામ સ્વીકારી લીધું હતું અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું હતું. આ ધર્માંતરણ બાદ તેણે ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લાના રહેવાસી નસરુલ્લાહ સાથે પણ લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ, તેમની મિત્રતા અને પછી પ્રેમ 2019 માં ફેસબુક દ્વારા થયો હતો.
અંજુ આવતા મહિને ભારત પરત ફરશે
નસરુલ્લાહના જણાવ્યા અનુસાર ફાતિમા ઉર્ફે અંજુ આવતા મહિને ભારત પરત ફરશે. તેણે કહ્યું હતું કે તે માનસિક રીતે પરેશાન છે અને તેના બાળકોને ખૂબ જ યાદ કરી રહી છે. તેની પાસે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
માહિતી આપતા નસરુલ્લાએ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે અંજુ આગળ માનસિક રીતે બીમાર પડે. તે વધુ સારું છે કે તે ભારત જાય અને તેના બાળકોને મળે. કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તે ભારત પરત ફરશે. જોકે, નસરુલ્લાહએ કહ્યું હતું કે કાગળની કાર્યવાહીમાં થોડો સમય લાગશે. તેથી તે આવતા મહિને ભારત પરત ફરી શકે છે.
જો મને વિઝા મળશે તો હું ભારત જઈશ
સાથે જ અંજુ એટલે કે ફાતિમાના પાકિસ્તાની પતિ નસરુલ્લાહએ કહ્યું હતું કે જો તેને વિઝા મળશે તો તે પણ ભારત જશે. તમને જણાવી દઈએ કે અંજુ અને તેનો પતિ નસરુલ્લાહ આ વર્ષે ઓગસ્ટમાં લગ્ન કર્યા બાદ પહેલીવાર એક દિવસની મુલાકાતે પેશાવર આવ્યા હતા.