- પાકિસ્તાન સરકારની મંજૂરી મળ્યા અંજુ ભારત આવશે
- અંજુ બાળકોને મળીને પાછી ફરશે પાકિસ્તાન:નસરુલ્લાહ
- પાકિસ્તાને ઓગસ્ટમાં અંજુનો વિઝા એક વર્ષ માટે લંબાવ્યો
અંજુ નામની 34 વર્ષીય ભારતીય મહિલા પ્રેમને પામવા માટે પાકિસ્તાન ગઈ હતી અને તેના તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા હતા. અંજુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના એક દૂરના ગામમાં પહોંચી હતી. તે પાકિસ્તાન સરકારની મંજૂરી મળ્યા બાદ ઘરે પરત ફરશે. બે બાળકોની માતા અંજુના પાકિસ્તાની પતિએ આ માહિતી આપી હતી. પાકિસ્તાને ઓગસ્ટમાં અંજુનો વિઝા એક વર્ષ માટે લંબાવ્યો હતો. ઇસ્લામ ધર્મ અપનાવીને નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા બાદ અંજુનું નામ બદલીને ફાતિમા રાખવામાં આવ્યું હતું.
બાળકોને મળીને પાછી ફરશે પાકિસ્તાન













