• ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દુનિયાના દેશો ચિંતિત
  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે
  • તેલની કિંમતમાં વધારો થશે તો રશિયાને થશે ફાયદો

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી દુનિયાના ઘણા દેશો ચિંતિત છે ત્યારે રશિયા ખૂબ ખુશ છે. હકીકતમાં રશિયાને લાગે છે કે જો ઈઝરાયેલને અમેરિકા સહિતના યુરોપીયન દેશો તરફથી સૈન્ય મદદ મળશે તો તેની અસર યુક્રેન પર પણ પડશે. આ સાથે રશિયા એ પણ સારી રીતે જાણે છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં તેલની કિંમતોમાં વધારો થશે જેનો સીધો ફાયદો તેને થશે.

હમાસ સામેના યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલની સાથે છે. જો અમેરિકાનું સમગ્ર ધ્યાન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર જાય તો યુક્રેનની સ્થિતિ નબળી પડી શકે છે. પશ્ચિમી દેશોની પણ આવી જ સ્થિતિ છે. જો પશ્ચિમી દેશોનું ધ્યાન ઈઝરાયેલ તરફ જશે તો તે રશિયા માટે રાહતની વાત હશે. યુક્રેનને મળતી સૈન્ય સહાયમાં ઘટાડો થઈ શકે છે. જેના કારણે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન નબળું દેખાઈ શકે છે.

એમાં કોઈ શંકા નથી કે ઈઝરાયેલ પાસે હથિયારોની કોઈ કમી નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તેણે તેના સહયોગી પાસેથી હથિયારોની માંગણી કરી છે. ત્યાર બાદ અમેરિકાએ ઇઝરાયલને હથિયારોની ખેપ મોકલી છે. અમેરિકાની સ્થિતિને જોતા રશિયાને આશા છે કે જો અમેરિકાનું ધ્યાન ઈઝરાયેલ તરફ જશે તો યુક્રેન તેની સામેના યુદ્ધમાં નબળું પડી શકે છે અને તેની પાસે શસ્ત્રોની કમી થઈ શકે છે.

ક્રૂડ ઓઈલના વેપારમાં પણ રશિયાને ફાયદો

હવે જો તેલના વેપારની વાત કરીએ તો અહીં પણ રશિયાને તેનો ફાયદો દેખાઈ રહ્યો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. જો તેલની કિંમતમાં વધારો થશે તો મુખ્ય તેલ ઉત્પાદક દેશોને તેનો સીધો ફાયદો થશે. આમાં રશિયા પણ સામેલ છે. અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધો બાદ રશિયાની આર્થિક સ્થિતિ તેલની નિકાસ પર નિર્ભર છે.

ગયા વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું

તમને જણાવી દઈએ કે રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ રશિયા યુદ્ધમાં પહાડની જેમ ઊભું છે તો બીજી તરફ યુક્રેન પણ અમેરિકા અને પશ્ચિમી દેશો તરફથી મળી રહેલી સૈન્ય મદદને કારણે પીછેહઠ કરવા તૈયાર નથી. યુદ્ધના કારણે રશિયા આખી દુનિયામાં અલગ પડી ગયું છે.


  • Follow us on: