• તાઈવાનની શ્રમ મંત્રીએ પોતાના નિવેદન બદલ માફી માંગી
  • વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતની વિવિધતાનું સંપૂર્ણ સમ્માન
  • ટવિટર પર મંત્રીના નિવેદનને વખોડીને માફી માગી


એવું કહેવાય છે કે કીચડ ઉછાળશો તો તેના થોડા ટીંપા પોતાની પર પડતા હોય છે. એવી સ્થિતિ તાઈવાનની છે. તાઈવાનના શ્રમમંત્ર સૂ મિંગ ચુને ભારતીય પ્રવાસીઓ શ્રમિકો વિરુદ્ધ એક નિવેદન આપીને પોતાના દેશને શરમમાં મૂકી દીધો છે. શ્રમમંત્રી ચુનની જાતિગત ટીકાને લઈ તાવાઈને માફી માગવાની નોબત આવી છે. ખુદ ચુને પોતાની ટીપ્પણી માટે માફીનામું પ્રસિદ્ધ કર્યું છે.

મંત્રી બાંધકામ અને ખેતીમાં કુશળ છે

હકીકતમાં, તાઇવાન અને ભારત વચ્ચેના શ્રમ કરાર પર સોમવારે એક મુલાકાતમાં, મંત્રી ચૂને કહ્યું હતું કે તેમનું મંત્રાલય શરૂઆતમાં પૂર્વોત્તર ભારતના કામદારોની ભરતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. કારણ કે ઉત્તર-પૂર્વ ભારતમાં રહેતા લોકોનો રંગ, ત્વચા અને ખોરાકની આદતો આપણા જેવી જ છે. તેમણે વધુમાં કહ્યું કે વિદેશ મંત્રાલયના મૂલ્યાંકન મુજબ, ઉત્તર-પૂર્વ ભારતના લોકો, ખાસ કરીને ખ્રિસ્તીઓ, બાંધકામ અને ખેતીમાં કુશળ છે. સોશિયલ મીડિયા પર ઘણા ભારતીયોએ શ્રમ મંત્રીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી અને તેને જાતિવાદી ટિપ્પણી ગણાવી. આ પછી તાઈવાનના વિદેશ મંત્રાલયે આ મામલે માફી માંગી છે.

શ્રમ મંત્રીએ પોતાના નિવેદન બદલ માફી માંગી

મંગળવારે સવારે કાયદાકીય સુનાવણીમાં, શ્રમ મંત્રીએ તેમની અચોક્કસ ટિપ્પણીઓ માટે માફી માંગી અને સ્પષ્ટ કર્યું કે તાઇવાનની શ્રમ નીતિઓ ભેદભાવ વિના સમાનતા માટે લક્ષ્ય રાખે છે, પછી ભલે તે સ્થાનિક અથવા વિદેશી કામદારો માટે હોય. તેમણે કોઈપણ ભેદભાવપૂર્ણ ઈરાદાથી પોતાને અલગ કરીને ભારતીય કામદારોની ક્ષમતાઓ અને પ્રદર્શનને પ્રકાશિત કરવાના તેમના ઈરાદા પર ભાર મૂક્યો હતો.

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ધારાસભ્ય ચેન કુઆન ટિંગે ટવિટર પોસ્ટમાં એક વીડિયો મુકીને શ્રમમંત્રીના નિવેદનને વખોડી કાઢયું હતું. તેઓએ કહ્યું કે પ્રવાસી શ્રમિકોની ભરતી માટે ત્વચાનો રંગ અને જાતિ માપદંડ ન હોવો જોઈએ. એક નિવેદનમાં શ્રમ મંત્રાલયના મંત્રીએ ખોટા શબ્દોની પસંદગી કરવા બદલ માફી માગી અને આ વાત પર વધુ ધ્યાન આપ્યું કે ટિપ્પણીને હેતુ ભેદભાવ નહોતો કરવાનો.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતની વિવિધતાનું સંપૂર્ણ સમ્માન

તાઈવાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તાઈવાન ભારતની વિવિધ સમૃદ્ધ સંસ્કૃતિનું પૂર્ણ સન્માન કરે છે અને તાઈવાન અને ભારતના લોકો વચ્ચે દોસ્તી રાખવા માગે છે. તાઈવાનના વચ્ચે સહયોગ અને ભાગીદારીને વધુ વધારવાના હેતુથી આ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને પરસ્પર આગળ વધારવા કોઈ કમી નહીં રાખે. મંત્રાલયે આગળ આશા વ્યક્ત કરી હતી કે તાઈવાનના લોકો દુનિયાની સાથે જોડાવા અને ભારત પ્રશાત ક્ષેત્રમાં ભાગીદારીની સાથે નક્કર વાતચીતને આગળ વધારવા દેશના પ્રયાસોને સમર્થન કરશે.

  • Follow us on: