એક એસ્ટરોઇડ ઝડપથી પૃથ્વીની નજીક આવી રહ્યો છે. નાસાએ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. નાસાના જણાવ્યા અનુસાર આ એસ્ટરોઇડ 4 સપ્ટેમ્બરે લુઝોન આઇલેન્ડ નજીક ફિલિપાઇન્સની ઉપર પૃથ્વીના વાતાવરણમાં 17:08 UTC (ભારતીય સમય અનુસાર લગભગ 10.38 કલાકે) અથડાશે. તેનું કદ લગભગ 1 મીટર છે. લોકો આ વિસ્તારમાં આગનો ગોળો જોઈ શકે છે. નાસાના મતે આ ચિંતાનો વિષય નથી. કારણ કે અથડામણથી કોઈ નુકસાન થશે નહીં. આ એસ્ટરોઇડને કેટાલિના સ્કાય સર્વે દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. જેના પર નજર રાખવામાં આવી રહી છે. આ એવો 9મો લઘુગ્રહ હશે, જે અત્યાર સુધી મનુષ્યોએ જોયો નથી.

નાસાએ એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યું

નાસાએ પણ 15 સપ્ટેમ્બરે એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. નાસાનું કહેવું છે કે, 720 ફૂટનો વિશાળ એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવા જઈ રહ્યો છે. આ એસ્ટરોઇડ લગભગ 4 ગ્લોબમાસ્ટર પ્લેન કરતા પણ મોટો છે. જે ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની ઝડપ 25 હજાર માઈલ (40233KM) પ્રતિ કલાકથી વધુ હોવાનું કહેવાય છે. આ એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ 6 લાખ 20 માઈલ (997793.28KM)ના અંતરેથી પસાર થશે. જે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતર કરતાં અંદાજે 2.6 ગણું છે. ભલે આ અંતર તમને લાંબુ લાગે. પરંતુ આ અંગે વૈજ્ઞાનિકોમાં ચિંતા છે.

આ એસ્ટરોઇડ બે ફૂટબોલ ફિલ્ડ કરતાં પણ મોટો

જોકે, નાસાએ સ્પષ્ટ કર્યું છે કે, આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા નહિવત્ છે. પરંતુ આના પર નજીક રાખવામાં આવી રહી છે. નાસાએ થોડા સમય પહેલા નીયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેમાં આ લઘુગ્રહ બહાર આવ્યો હતો. આ પ્રોગ્રામનો ધ્યેય પૃથ્વી તરફ આવતા એસ્ટરોઇડ્સ વિશે જાણવાનો હતો. આ એસ્ટરોઇડનું કદ બે ફૂટબોલ ક્ષેત્રો કરતાં વધુ છે. પરંતુ જો તેના માર્ગમાં નાનો અવરોધ પણ આવે તો તે મોટી વિનાશ સર્જી શકે છે. વૈજ્ઞાનિકો અદ્યતન રડાર અને ઓપ્ટિકલ ટેલિસ્કોપ વડે તેના પર નજર રાખી રહ્યા છે.

  • Follow us on: