બાંગ્લાદેશમાં શેખ હસીના વડાંપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત આવી ગયા બાદ હિન્દુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. દેશમાં સરકાર બદલાયા બાદ હિન્દુઓને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હસીનાએ દેશ છોડતાં જ ત્યાં હિન્દુ સમાજ અને ધાર્મિક સ્થળો પર સતત હુમલાઓ થતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવે ત્યાં ઈસ્કોન મંદિરને બંધ કરાવવાની ઘટના બની છે.


બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના મામલામાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના સરકારને ઉથલાવી દીધા બાદ એબીટી આતંકી સંગઠન અને જમાત-એ-ઈસ્લામી હિંદુઓને નિશાન બનાવવા માટે સક્રિય થઈ ગયા છે.

ઇસ્કોન બાંગ્લાદેશે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસથી પોતાને દૂર કરી દીધા છે. ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસે કહ્યું છે કે સંસ્થા ચિન્મય પ્રભુના કોઈપણ નિવેદનો અથવા પ્રવૃત્તિઓ માટે જવાબદાર નથી. ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા દાસે કહ્યું કે ચિન્મય પ્રભુને તાજેતરમાં જ ઇસ્કોનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

વાસ્તવમાં બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને હોબાળો વધી રહ્યો છે. બાંગ્લાદેશ સનાતન જાગરણ જોટના પ્રવક્તા ચિન્મય દાસ પર ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે.

ઉગ્રવાદીઓના નિશાના પર ઇસ્કોન

ચિન્મય દાસની ધરપકડ અને જામીન નામંજૂર થવા પર, તેમના સમર્થકોએ મંગળવારે કોર્ટની બહાર હિંસક વિરોધ કર્યો, જેમાં એક સરકારી વકીલે જીવ ગુમાવ્યો. આ ઘટના બાદ બાંગ્લાદેશનું કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામી ઈસ્કોન સામે કાર્યવાહી કરવા દબાણ કરવા સક્રિય થઈ ગયું. જો કે ગુરુવારે બાંગ્લાદેશની હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો હતો, તેમ છતાં આ સંગઠન બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓના નિશાના પર છે.

એબીટી હિન્દુઓને ટાર્ગેટ કરી રહી છેઃ સૂત્રો

સૂત્રોના જણાવ્યા અનુસાર એબીટી એટલે કે અંસારલ્લાહ બાંગ્લા ટીમ બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવી રહી છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ રચાયેલી વચગાળાની સરકારમાં ABT આતંકવાદી સંગઠન ફરી એકવાર સક્રિય થયું છે. હકીકતમાં, નવી સરકાર સત્તામાં આવતાની સાથે જ, ABT ચીફ મુફ્તી જશીમુદ્દીન રહેમાની 15 ફેબ્રુઆરી 2013ના રોજ બાંગ્લાદેશી બ્લોગરની હત્યાના આરોપમાં જેલમાં હતા.

જમાત હિન્દુઓ વિરુદ્ધ સક્રિય થઈ!

ગુપ્તચર અહેવાલો અનુસાર, જેલમાંથી બહાર આવ્યા બાદ રહેમાનીએ ફરીથી સંગઠનને મજબૂત બનાવ્યું અને હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશી હિન્દુઓ અને બિન-બાંગ્લાદેશી હિન્દુઓ બંને એબીટી આતંકવાદી સંગઠન અને જમાત-એ-ઈસ્લામીના નિશાના પર છે.

શેખ હસીનાની સરકારે એબીટી પર કડકાઈ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અવામી લીગ સરકારના પતન પછી વિદ્યાર્થી આંદોલનની આડમાં હિંસા દરમિયાન એબીટી અને જમાત-એ-ઈસ્લામીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો અને મંદિરોને નિશાન બનાવ્યા હતા.

ABT આતંકવાદી સંગઠનને જાણો

અંસારલ્લાહ બાંગ્લા ટીમ એક આતંકવાદી સંગઠન છે જે ISISની તર્જ પર ઇસ્લામિક સ્ટેટને માને છે. તે ઉત્તર-પૂર્વમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનું પણ કાવતરું ઘડી રહ્યું છે. વર્ષ 2023માં આસામમાં એબીટીના ઘણા આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો અને તેના ઘણા આતંકવાદીઓ પકડાયા હતા. મળતી માહિતી મુજબ આ આતંકી સંગઠનને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનું સંપૂર્ણ સમર્થન છે.

  • Follow us on: