પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી આખા દેશમાં ઈસ્લામીકરણ ઝડપી વધી ગયું છે. સરકારનું તો છોડો હવે બાંગ્લાદેશ સૈન્ય પણ કટ્ટરપંથીઓની સામે ઝૂકતી જોવા મળી રહી છે. પહેલીવાર એવું થયું છે કે જ્યારે બાંગ્લાદેશની સેન્યએ મહિલા સૈનિકોને હિજાબ પહેરવાની મંજૂરી આપી છે. વર્ષ-2000માં બાંગ્લાદેશ સૈન્યમાં મહિલાઓને સામેલ કકવામાં આવી હતી. ત્યારથી સૈન્યમાં હિજાબ પહેરવાની મનાઈ હતી. કટ્ટરપંથનીઓના દબાણ હેઠળ બાંગ્લાદેશ આર્મીએ પોતાના નિયમોમાં હવે ફેરબદલ કરી દીધો છે.
મળતી માહિતી અનુસાર, મહિલા સૈનિકો જો હવે હિજાબ પહેરવા માગે તો પહેરી શકે છે. એજયુટેટ કાર્યાલયે આને લઈ આદેશ બહાર પાડયો છે. જે બાદ હવે મહિલા સૈન્યકર્મીઓ હિજાબ પહરેવાનો વિકલ્પ અપાયો છે. હવે બાંગ્લાદેશમાં મહિલા અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય સૈન્ય કર્મચારીઓ પર હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એડજ્યુટન્ટ જનરલના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, '3 સપ્ટેમ્બરે એક કોન્ફરન્સમાં એક સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ઈચ્છુક મહિલા કર્મચારીઓને યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી.'













