- બાંગ્લાદેશમાં અરાજકતાના આંધી ફુંકાઈ
- શેખ હસીના રાજીનામું આપીને ભારત આવ્યાં
- હવે બાંગ્લાદેશમાં ગમે તે સમયે વચગાળાની સરકાર રચાઈ જશે
બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી હવે કોઈ સલામત સ્થાન શોધવા મથતા શેખ હસીનાના દીકરા સાજિદ વાજિદ જોયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં લખીને ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. જો તેને બહાર કાઢવામાં આવ્યો તો બાંગ્લાદેશે જે પ્રગતિ કરી છે તે ખતરામાં આવી જશે. દેશના વિકાસ અને પ્રગતિ ઉપર પૂર્ણવિરામ મૂકાઈ જશે. અને બાંગ્લાદેશ ત્યાંથી ફરી પરત નહિ આવી શકે. આ ઉપરાંત સુરક્ષાદળોને એવું પણ કહ્યું કે કોઈ ચૂંટાયા વગરની સરકાર સત્તામાં ન આવે તેનો આગ્રહ પણ કર્યો હતો.
સોમવારનો દિવસ બાંગ્લાદમાં ભૂકંપ બનીને આવ્યો હતો. દેશમાં અનામતને લઈને ઉઠેલું આંદોલન હવે દેશમાં ઈમરજન્સી કરતાં બદ્દતર સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. શેખ હસીના સત્તાથી દૂર થઈ ગયા છે. આ દરમિયાન શેખ હસીના પુત્ર દેશની સુરક્ષા સૈન્યને કોઈ ચૂંટાયા વગરની સરકાર સત્તામાં ન આવે તેનો આગ્રહ કર્યો હતો.
અમેરિકા રહેતા હસીનાના દીકરાએ અપીલ કરી
યુએસમાં રહેતા શેખ હસીનાના પુત્ર સાજિદ વાજિદ જોયે એક ફેસબુક પોસ્ટમાં સુરક્ષા દળોને કહ્યું કે 'તમારી ફરજ આપણા લોકો અને આપણા દેશને સુરક્ષિત રાખવાની અને બંધારણને જાળવી રાખવાની છે, આનો અર્થ એ છે કે કોઈપણ બિનચૂંટાયેલી સરકારને મંજૂરી આપવામાં આવશે નહીં. એક મિનિટની અંદર ઊભા થાઓ એ તમારી ફરજ છે કે કોઈને સત્તામાં ન આવવા દો.
'વિકાસ અને પ્રગતિ બધુ જ સમાપ્ત થઈ જશે'
સાજિદ વાજિદ જોય શેખ હસીના સરકારના ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી સલાહકાર પણ છે. ફેસબુક પોસ્ટમાં, તેણે ચેતવણી આપી હતી કે જો તેને બહાર ફેંકવામાં આવશે, તો બાંગ્લાદેશ જે પ્રગતિ કરી છે તે જોખમમાં આવશે અને આપણો વિકાસ અને પ્રગતિ બધુ સમાપ્ત થઈ જશે. અને બાંગ્લાદેશ ફરીથી ત્યાંથી પરત ફરી શકશે નહીં. આગળ, શેખ હસીનાના પુત્રએ કહ્યું કે 'મારે આ નથી જોઈતું અને તમને પણ આ નથી જોઈતું' તેમણે કહ્યું કે જ્યાં સુધી બની શકે, તે આવું થવા દેશે નહીં.
અત્યાર સુધીમાં 300થી વધુ લોકોનાં મોત
શેખ હસીનાના પુત્ર સાજિદ વાજિદ જોયની આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝમાન રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. અહેવાલો અનુસાર, જુલાઈમાં હિંસા શરૂ થઈ ત્યારથી દેશમાં 300થી વધુ લોકો માર્યા ગયા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ સમયે સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે.
સરકારી નોકરીઓમાં અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ
વિદ્યાર્થીઓ દેશમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં હિંસક વિરોધ એટલી હદે ફેલાઈ ગયો કે બળવો થયો અને પાંચ વખત વડાપ્રધાન રહી ચૂકેલા શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. દેશ ઘણા સમયથી હિંસાની આગમાં સળગી રહ્યો છે.