• 20 દિવસથી વધુ ચાલી રહેલું હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ
  •  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ચીન સામે કરી લાલઆંખ
  • અમેરિકી સેના ફિલિપાઈન્સ વતી ચીન સામે કરશે કાર્યવાહી

હમાસ-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધને 20 દિવસથી વધુ થઇ ગયા છે. તેવામાં હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને જાહેરાત કરી છે કે, ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે વધી રહેલી દુશ્મનાવટ વચ્ચે અમેરિકી સેના ફિલિપાઈન્સ વતી કાર્યવાહી કરશે.

20 દિવસથી વધુ ચાલી રહેલું હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ

મળતી માહિતી મુજબ  ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે વધી રહેલી ઘર્ષણ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અમેરિકી સેના ફિલિપાઈન્સ વતી ચીન સામે લડવા માટે તૈયાર છે. સાઉથ ચાઈના સીમાં એક વિવાદિત નિર્જન ટાપુ પાસે બંને દેશોના જહાજો અથડાયા બાદ બાઇડનનું નિવેદન આપતા કહ્યું હતું કે, ફિલિપાઈન્સ સાથે અમેરિકાનો સંરક્ષણ કરાર મક્કમ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ચીન સામે કરી લાલઆંખ

બાઇડને ચેતવણી આપી છે કે ફિલિપાઈન્સના વિમાનો, જહાજો અને સશસ્ત્ર દળો પર કોઈપણ હુમલો ફિલિપાઈન્સ સાથેની અમારા પર હુમલો કર્યા બરોબર માનવામાં આવશે. 1951 ના મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ અને ફિલિપાઇન્સ સંયુક્ત રીતે બાહ્ય સશસ્ત્ર હુમલા સામે પોતાનો બચાવ કરશે. અગાઉ રવિવારે, બે મનિલા સ્થિત લશ્કરી જહાજો ચીનના જહાજ સાથે અથડાયા હતા જે તેમને વિવાદિત બીજા થોમસ શોલ સુધી પહોંચતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વ્યાપારી શિપિંગ માર્ગો પર સ્થિત છે.

બાઇડને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે કરી મુલાકાત

આ પહેલા શુક્રવારે બાઇડને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે, બાઇડને બેઠક કરી હતી. આ બેઠકને કારણે સારી તક અને સકારાત્મક વિકાસ તરીકે જોયું. બંને વચ્ચેની બેઠક એક કલાક સુધી ચાલી હતી અને તેમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ હાજર હતા.  

  • Follow us on: