- જસ્ટિન ટ્રુડોના આરોપ પછી કેનેડામાં વિવાદ વકર્યો
- વિવાદ મુદ્દે પૂર્વ વિદેશ પ્રવક્તા વિકાસ સ્વરૂપેનું નિવેદન
- "જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી દરેક નિર્દોષ"
કેનેડામાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર વિકાસ સ્વરૂપે ઓટાવાને તણાવ ઘટાડવા અને લોકો સમક્ષ સત્ય રજૂ કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. જેમા ખાસ કરીને 18 જૂને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના જસ્ટિન ટ્રુડોના આરોપ પછી કેનેડામાં વિવાદ વકર્યો હતો.
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે તેવામાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની ટિપ્પણી બાદ ભારત સાથે કેનેડાના સંબંધો ખાટા થયા હતા. આવી સ્થિતિમાં કેનેડામાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર વિકાસ સ્વરૂપે કેનેડાની સરકારને યાદ અપાવ્યું કે જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી દરેક નિર્દોષ છે. તેમણે એમ પણ કહ્યું કે કાયદાનું શાસન ચાલવા દો. વિકાસ સ્વરૂપે 2017 થી 2019 સુધી કેનેડામાં ભારતના હાઈ કમિશનર તરીકે સેવા આપી હતી. આ સિવાય તેઓ વિદેશ મંત્રાલયના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. વિકાસ સ્વરૂપે લેખકની પણ ભૂમિકા ભજવી હતી.













