• રૂપર્ટ મર્ડોક ઘણી ન્યૂઝ ચેનલ અને પ્રકાશનના માલિક છે
  • અનેક ટીવી ન્યૂઝ ચેનલ, પ્રકાશનોના માલિક મર્ડોકની સંપત્તિ 8.96 અબજ છે
  • 67 વર્ષીય એલેના જૂકોવા એક નિવૃત્ત વૈજ્ઞાનિક સાથે મર્ડોક લગ્ન કરશે


પ્રેમ ઉંમર જોઈને નથી થતો. મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોકે એ સાબિત કરી દીધું છે. 92 વર્ષની જૈફ વયે રૂપર્ટ મર્ડોક લગ્ન કરશે. મળતી માહિતી અનુસાર તેઓએ જાહેરાત કરી છે કે તેઓ જૂન-2024માં પોતાની પ્રેમિકા એલેના જૂકોવા સાથે લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે. આ અગાઉ મર્ડોક ચાર વાર લગ્ન કરી ચુક્યા છે. એલાના એક નિવૃત્ત વૈજ્ઞાનિક છે. ગત એપ્રિલમાં મર્ડોક અને એલેના વચ્ચે સંબંધોની ખબર આવી હતી. આ ખબર આવવાના ચાર મહિના પહેલા મર્ડોકે રેડિયો હોસ્ટ એન લેસ્લિ સ્મિથ સાથે બે અઠવાડિયા પહેલા કરેલી સગાઈ તોડી નાખી હતી. મર્ડોકની સગાઈ થઈ છે તે એલેના જૂકોવાની ઉંમર 67 વર્ષ છે અને તે નિવૃત્ત મોલેક્યૂલર બાયોલોજિસ્ટ છે.

એક ખાનગી રિપોર્ટ અનુસાર, રૂપર્ટ મર્ડોકના લગ્ન કેલિફોર્નિયામાં તેઓના દ્વાક્ષના બગીચામાં યોજાશે. આના સાથે સંકળાયેલા આમંત્રણ પણ મોકલી દેવામાં આવ્યા છે. મર્ડોક આની પહેલા પણ ચાર વખત લગ્ન કરી ચુક્યા છે. મર્ડોકની મુલાક જુકોવા સાથે તેઓની ત્રીજી પત્ની વેન્ડી ડેંગની તરફથી આયોજિત એક ફેમિલી ફંકશનમાં થઈ હતી. વર્ષ-20213માં તેઓએ પોતાની ત્રીજી પત્ની સાથે 14 વર્ષના સંબંધ બાદ છૂટાછેડા લીધા હતા.

મીડિયા સામ્રાજ્યથી દૂર થયા મર્ડોક

જુકોવાની 42 વર્ષીય દીકરી દશા જુકોવા છે, જે એક રશિયન-અમેરિકી આર્ટ કલેક્ટર છે. તેના લગ્ન પહેલા રશિયન એલિટ કલાસ અને પ્રીમિયર લીગ ફૂટબોલ ક્લબ ચેલ્સીના પૂર્વ માલિક રોમન અબ્રામોવિચ સાથે થયા હતા. મર્ડોની સગાઈ આ ખબર તેઓની જાહેરાતના ઠીક પાંચ મહિના પછી આવ્યા છે. જેમાં તેઓએ જાહેરાત કરી કે તે પોતાના મીડિયા સામ્રાજ્યથી દૂર થઈ રહ્યા છે.

આ કંપનીઓમાં મર્ડોકની ભાગીદારી છે

રૂપર્ટ મર્ડોકની કંપની પાસે વિવિધ ન્યૂઝ ચેનલ અને પુસ્તક પ્રકાશન સંસ્થાઓ છે. આ ઉપરાંત વિવિધ ડિજિટલ સમાચાર આઉટલેટ છે. સ્થાનિક, નેશનલ અને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ પણ રૂપર્ટ મર્ડોકના નામે છે. એક ખાનગી રિપોર્ટ અનુસાર મર્ડોકની સંપત્તિ 8.96 અબજ છે. મળતી માહિતી પ્રમાણે મર્ડોકની નવી મંગેતર કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જેલસમાં ડાયાબિટીઝ એક્સપર્ટ તરીકે કામ કરે છે. તે મૂળ તો રશિયાની છે.

  • Follow us on: