- હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ સંયુક્ત રાષ્ટ્ર પર ભડક્યું
- "ઇઝરાયેલમાં હમાસના આતંકીઓએ મહિલા-બાળકોની હત્યા કરી"
- "આતંકી જૂથને ખતમ નહીં કરાય તો ભવિષ્યમાં હજારો લોકોના જીવ જોખમમાં"
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને ઠપકો આપ્યો છે. ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને સલાહ આપી કે UN બંધકોને મુક્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 3900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
UNમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાદ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ યુએન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પર ઉગ્રતાથી નિશાન સાધ્યું હતું. ઇઝરાયલના રાજદૂતે UNને પૂછ્યું, ત્યારે તમારો ગુસ્સો ક્યાં હતો? જ્યારે ઇઝરાયેલમાં હમાસના આતંકવાદીઓએ બાળકોની હત્યા કરી, મહિલાઓ પર દુષ્કર્મ કર્યો અને બચી ગયેલા લોકોને બંધક બનાવ્યા. અધિકારીએ કહ્યું કે ખરેખર તમારા બેવડીનીતિની કોઈ મર્યાદા નથી. શું તમે એવી જગ્યાએ રહો છો જ્યાંથી તમે હમાસની ક્રૂરતા જોઈ શકતા નથી? હમાસના હુમલામાં હજારો ઇઝરાયલી માર્યા ગયા અને હજારો વધુ ઘાયલ થયા. જો આ આતંકવાદી જૂથને ખતમ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં હજારો લોકોની હત્યા કરવામાં આવશે.
હમાસને તમામ બંધકોને મુક્ત કરવા હાકલ કરો
માનવતાવાદી બાબતોના અન્ડર-સેક્રેટરી-જનરલ અને કટોકટી રાહત સંયોજક માર્ટિન ગ્રિફિથ્સ દ્વારા ઇઝરાયેલના રાજદૂતની પોસ્ટ પર છવાઈ ગયો. ગ્રિફિથ્સે તેની પોસ્ટમાં કહ્યું હતું કે ગાઝા પર મૃત્યુનો માતમ છવાઈ રહ્યો છે. વીજળી, પાણી, ખોરાક અને દવા વિના હજારો લોકો મરી જશે. તેણે UNના અધિકારીની પૂછ્યું કે, જ્યારે હમાસે UNના તમામ નાણાં સુરંગ ખોદવા અને રોકેટ બનાવવા પાછળ ખર્ચ્યા ત્યારે તમારો ગુસ્સો ક્યાં હતો? અર્દાને વધુમાં પૂછ્યું કે જ્યારે હમાસે ગાઝાના લોકોના દરેક સંસાધનોને પોતાના માની લીધા તો તમે ક્યારેય જાહેરમાં તેની નિંદા કેમ નથી કરી? રાજદૂતે કહ્યું કે જો તમે ખરેખર માનવતાવાદી સંગઠનના વડા તરીકે કામ કરવા માંગતા હોવ અને લોકોની વેદના ઓછી કરો, તો હમાસને તમામ બંધકોને મુક્ત કરવા માટે આહ્વાન કરીને શરૂઆત કરો.
પોપ ફ્રાન્સિસે ગાઝા પટ્ટી પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી
બીજી તરફ ગાઝા પટ્ટી પર સતત થઈ રહેલા હુમલાઓને લઈને ઈસાઈ સમુદાયના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવતા ઈઝરાયેલ પણ નારાજ છે. રવિવારે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસે માનવાધિકારની વાત કરી અને હિંસા બંધ કરવાની અપીલ કરી. તેણે કહ્યું હતું કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં જે બન્યું છે તેનાથી હું ખૂબ જ દુઃખી છું.
ઇઝરાયેલમાં 1400 મૃત્યુ પામ્યા
ઈઝરાયેલના મંત્રીએ કહ્યું કે આ સ્વીકારી શકાય નહીં. પોતાના નિવેદનમાં વેટિકન સિટીએ મુખ્યત્વે ગાઝાના નાગરિકો વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ ત્યારે થયું છે જ્યારે 1300 ઇઝરાયલી લોકોની હત્યા કરવામાં આવી હતી અને અમે તેનો શોક વ્યક્ત કરી રહ્યા છીએ. મંત્રીએ કહ્યું કે પોપ ફ્રાન્સિસના નિવેદનમાં માર્યા ગયેલા ઇઝરાયલી લોકો માટે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી નથી. ગાઝાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા યુદ્ધ બાદ ઈઝરાયેલમાં મૃત્યુઆંક 1400 છે અને 3500 લોકો ઘાયલ છે. જો પેલેસ્ટાઈનની વાત કરીએ તો ઈઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટાઈનના 2670 લોકોના મોત થયા હતા અને 9600 લોકો ઘાયલ થયા હતા.