- હમાસ-ઈઝરાયેલ યુદ્ધનો આજ 10મો દિવસ
- યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલને કરી રહ્યું છે સૈન્ય-આર્થિક મદદ
- ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને લડીશું: બ્લિંક
હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને ઈઝરાયેલને પ્રોત્સાહિત કરતા કહ્યું કે અમેરિકા ઈઝરાયેલની ઢાલ બનશે અને હંમેશા તેની સાથે રહેશે.
મળતી માહિતી મુજબ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવત છે. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલને સૈન્ય અને આર્થિક મદદ કરી રહ્યું છે અને તમામ પશ્ચિમી દેશો ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને ઉભા છે. બ્લિંકને ફરી એક વખત ઇઝરાયેલ સાથે રહેવા માટે વિશ્વાસ અપાવ્યો છે. જેમાં કહ્યું હતું કે, અમેરિકા ગમે તે હોય ઇઝરાયેલની સાથે છે. અમેરિકા હંમેશા ઈઝરાયેલ માટે ઢાલ બનીને ઊભું રહેશે. ઇજિપ્તના કૈરો એરપોર્ટ પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે ઇઝરાયેલને હમાસ દ્વારા કરવામાં આવતા હુમલા સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હમાસના આતંકવાદીઓ ભવિષ્યમાં આવા હુમલાઓનું પુનરાવર્તન ન કરે તેની ખાતરી કરવા ઇઝરાયેલ પુરો પ્રયાસ કરશે.
અગાઉ અમેરિકી વિદેશ મંત્રીએ જોર્ડન, બહેરીન, કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને હવે ઇજિપ્તની તેમની તાજેતરની મુલાકાત હતી. તે મુલાકાતને લઇ કહ્યું કે આ 6 દેશોની મુલાકાતનો હેતુ એ જોવાનો હતો કે અમારા ભાગીદાર દેશો આ સંકટને કેવી રીતે જોઈ રહ્યા છે. વિદેશ મંત્રી બ્લિંકને કહ્યું કે અમે 4 મુખ્ય ઉદ્દેશ્યો સાથે અહીં આવ્યા છીએ. પ્રથમ, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમેરિકા ઇઝરાયેલની સાથે છે. બીજું એ કે આ યુદ્ધ અન્ય વિસ્તારોમાં ન ફેલાય. ત્રીજું, યુદ્ધમાં ફસાયેલા અમેરિકન નાગરિકોને સુરક્ષા અને મદદ કરવી અને ચોથું, ગાઝામાં માનવીય સંકટનો ઉકેલ લાવવા. આ ઉપરાંત અમેરિકા ગઈ કાલે ઈઝરાયલની સાથે ઊભું હતું, આજે પણ ઊભું છે અને ભવિષ્યમાં પણ ઊભું રહેશે.
વિદેશ મંત્રી બ્લિંકને US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોનીને ગાઝા પટ્ટી અને ઇઝરાયેલ બંનેમાં નાગરિકોની સુરક્ષા કરવા માટે અપીલ કરી હતી જ્યારે પશ્ચિમ એશિયા અને તેનાથી આગળ રાજદ્વારી સંપર્કો વધાર્યા હતા. ઈઝરાયેલ-હમાસ યુદ્ધને વિસ્તરતું અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તેઓ પશ્ચિમ એશિયાની મુલાકાત લઈ રહ્યા છે. બ્લિંકને રિયાધમાં સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન સાથે મુલાકાત કરી, મધ્ય પૂર્વમાં તેમની રાજદ્વારીનો ત્રીજો દિવસ શરૂ કર્યો. આમ, હમાસના આતંકવાદીઓ ભવિષ્યમાં આવા હુમલાઓનું પુનરાવર્તન ન કરે તેની ખાતરી કરવા ઇઝરાયેલ પુરો પ્રયાસ કરશે.