• નેતન્યાહુએ હમાસને ફરી આપી ચેતવણી
  • બેઠકમાં તમામ મંત્રીઓએ માર્યા ગયેલા લોકો માટે મૌન પાળ્યું
  • હમાસને ખતમ કરવા માટે કોઈપણ ક્ષણે કાર્ય કરવા તૈયાર:હમાસ

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે (15 ઓક્ટોબર) હમાસ સાથે યુદ્ધની શરૂઆત બાદ દેશની કટોકટી સરકારની કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેબિનેટે દક્ષિણ ઇઝરાયેલ પર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બેઠક દરમિયાન કહ્યું હતું કે અમે દિવસના 24 કલાક એક થઈને અને ટીમ વર્ક સાથે કામ કરીએ છીએ. આપણી અંદર રહેલી એકતા લોકો, દુશ્મનો અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપે છે. એક ટોચના વિપક્ષી ઇઝરાયેલના રાજકારણીએ બુધવારે (ઓક્ટોબર 13) જાહેરાત કરી હતી કે તેઓ નેતન્યાહુ સાથે યુદ્ધ સમયની એકતા સરકારમાં જોડાવા માટે કરાર પર પહોંચ્યા છે.

તમામ મંત્રીઓએ એક મિનિટ મૌન પાળ્યું

ઇઝરાયેલના ભૂતપૂર્વ રક્ષામંત્રી અને લશ્કરી વડા બેની ગેન્ટ્ઝે નેતન્યાહુ સાથે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પાંચ સભ્યોની યુદ્ધ-વ્યવસ્થાપન કેબિનેટની રચના કરશે. જ્યાં સુધી લડાઈ ચાલુ રહેશે ત્યાં સુધી સરકાર એવો કોઈ કાયદો કે નિર્ણય પસાર કરશે નહીં જે યુદ્ધ સાથે સંબંધિત ન હોય. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બેઠકમાં કહ્યું હતું કે હું સરકારના સભ્યોને વિનંતી કરું છું કે તેઓ આપણા દેશના લોકો અને નિર્દયતાથી માર્યા ગયેલા આપણા હીરો સેનાનીઓની યાદમાં એક મિનિટનું મૌન પાળે. પીએમના અનુરોધ બાદ બેઠકમાં હાજર તમામ મંત્રીઓએ એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ દરમિયાન નેતન્યાહુએ કહ્યું હતું કે રાષ્ટ્રીય કટોકટી સરકારની આ પ્રથમ બેઠક છે.

'હમાસના ટુકડા કરી દઈશું'

બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે મેં અમારા અદ્ભુત લડવૈયાઓને જોયા જેઓ હવે આગળની હરોળ પર છે.તેઓ જાણે છે કે આખો દેશ તેમની પાછળ છે. તેઓ કાર્યની તીવ્રતા સમજે છે. તેઓ લોહી ચૂસનારા રાક્ષસો અને જેઓ આપણો નાશ કરવા માંગે છે તેમને ખતમ કરવા માટે કોઈપણ ક્ષણે કાર્ય કરવા તૈયાર છે. જો હમાસ વિચારે છે કે અમે તૂટી જઈશું તો એવું નથી. અમે હમાસના ટુકડા કરી દઈશું.


  • Follow us on: