• હમાસ-ઇઝરાયેલ વચ્ચે ઘમાસાણ યુદ્ધનો 37મો દિવસ 
  • 50,000 પેલેસ્ટિનિયનોએ દક્ષિણ ગાઝામાં આશ્રય લીધો 
  • હમાસના હુમલામાં 1200 ઈઝરાયેલી નાગરિકોના મોત

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 37મો દિવસ છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેનાની કાર્યવાહી ચાલુ છે. હમાસનું કહેવું છે કે તેણે 48 કલાકમાં ગાઝામાં 160થી વધુ ઈઝરાયેલી સૈન્ય લક્ષ્યોને નષ્ટ કરી દીધા છે, જ્યારે ઈઝરાયેલના સંરક્ષણ દળોનું કહેવું છે કે હમાસના આતંકવાદીઓના 11 લક્ષ્યો કબજે કરવામાં આવ્યા છે અને એક ટનલ પણ નષ્ટ કરી દેવામાં આવી છે.

આજે 37મો દિવસ હમાસ-ઇઝરાયેલ વચ્ચે ઘમાસાણ યુદ્ધ યથાવત છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયેદાવો કર્યો હતો કે ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે ઇઝરાયલી દળો દ્વારા ત્રણ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. માર્યા ગયેલા લોકોમાંથી એક જેનિન શહેરનો હતો, જ્યારે અન્ય બે દક્ષિણ-પશ્ચિમના શહેર અરાબાના હતા.

ગાઝામાં ICUમાં 5 દર્દીઓના મોત

આ પહેલા ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા પાસે ઈઝરાયેલી સૈનિકોની કાર્યવાહી ચાલુ છે. હોસ્પિટલમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે હોસ્પિટલ અંધકારમાં હતી. ICUમાં હાજર 5 દર્દીઓના મોત થયા છે, જેમાં એક શિશુ પણ સામેલ છે.

હમાસના હુમલામાં 1200 ઈઝરાયેલી નાગરિકોના મોત

ઇઝરાયેલે મૃતકોની સંખ્યામાં સુધારો કર્યો ઇઝરાયેલે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં નાગરિકો અને લશ્કરી લક્ષ્યો પર હમાસના હુમલામાં થયેલા મૃત્યુઆંકમાં સુધારો કર્યો છે. સુધારેલ મૃત્યુઆંક 1,400 ને બદલે 1,200 છે.

50,000 પેલેસ્ટિનિયનોએ દક્ષિણ ગાઝામાં આશ્રય લીધો 

દક્ષિણ ગાઝા તરફ જતા પેલેસ્ટિનિયનોની સંખ્યા 50 હજાર સુધી પહોંચી છે.ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, માનવતાવાદી બાબતોના સંકલન માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય (OCHA) એ જાહેરાત કરી છે કે લગભગ 50,000 પેલેસ્ટિનિયનો સ્થાપિત માનવતાવાદી કોરિડોર દ્વારા ઉત્તરથી દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર થયા છે. ઇઝરાયેલ દ્વારા. ગયા છે.

  • Follow us on: