પાકિસ્તાનના ઇસ્લામા બાદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ઇસ્લામા બાદમાં જુમ્માની નમાજ દરમિયાન વિસ્ફોટ થતા અનેક લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. મળતી માહિતી પ્રમાણે 31થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. આ સિવાય 60 લોકો ઘાયલ થયા છે.
જુમ્માની નમાજ દરમિયાન જોરદાર વિસ્ફોટ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે એટલે કે શુક્રવારે જુમ્માની નમાજ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો છે. શુક્રવારના દિવસે બપોરના સમયે લોકો જુમ્માની નમાજ પઢી રહ્યા હતા તે જ સમયે મસ્જિદમાં અચાનક વિસ્ફોટ થતા અનેક લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. હાલ બ્લાસ્ટની ઘટના બાદ ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે.
બોમ્બ વિસ્ફોટનો અવાજ 5 કિમી સુધી સંભળાયો
પોતાના દેશમાં આતંકવાદને પોષણ આપતો પાકિસ્તાન હવે પોતે આતંકવાદી ઘટનાઓમાંથી ઊભો થઇ શકતો નથી. શુક્રવારની જુમ્મા નમાઝ દરમિયાન પાકિસ્તાનની એક મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. ઈસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોના મોતની આશંકા છે.મળતી માહિકી પ્રમાણે બોમ્બ વિસ્ફોટનો અવાજ 5 કિમી સુધી સંભળાયો હતો.
ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી
બ્લાસ્ટની ઘટનાના પછી આખા શહેરમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. જ્યાં આ વિસ્ફોટ થયો તે શિયા મસ્જિદ તરીકે ઓળખવામાં આવી રહી છે. ઘટનાના પછી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોએ ચોપડી કરી છે. અત્યાર સુધી મળી રહેલી પ્રારંભિક માહિતી મુજબ ઈસ્લામાબાદના તરલાઈમાં એક મસ્જિદ (ઇમામ બારગાહ)માં વિસ્ફોટ થયો. રિપોર્ટ્સ અનુસાર આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો (સૂસાઇડ બોમ્બિંગ) હતો, જેમાં અનેક લોકોના મોત અને અનેક ઘાયલ થયા છે.
આ પણ વાંચોઃ Pakistan News: પાકિસ્તાનીઓ ઢાંકણાચોર બની ગયા, ભિખારી બનવાની છેલ્લી હદ પર !