પાકિસ્તાનમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો રસ્તા પર ચાલતા-ચાલતા અચાનક ગાયબ થતા દેખાય છે. આ કોઈ જાદુ નથી, પરંતુ પાકિસ્તાનના મોટા શહેરોમાં મોતના મુખની જેમ ખુલ્લા રહેલા ગટરના મેનહોલ છે. ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે કરાચી અને લાહોર જેવા શહેરોમાં આવી અસંખ્ય દુર્ઘટનાઓ નોંધાઈ છે.


માસૂમ બાળકનો કરુણ વીડિયો

સૌથી વધુ ચર્ચિત અને હૃદયદ્રાવક કિસ્સો કરાચીના નિપા ચોકનો છે. અહીં 3 વર્ષનો માસૂમ બાળક ઇબ્રાહિમ પોતાની માતા સાથે દુકાન પરથી બહાર નીકળે છે અને ક્ષણભરમાં જ ખુલ્લા મેનહોલમાં પડી જાય છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા જ પાકિસ્તાની જનતામાં મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે વારંવારની ફરિયાદો છતાં વહીવટી તંત્ર ઊંઘી રહ્યું છે.

ઢાંકણાં ચોરીનું વિચિત્ર રેકેટ

નવાઈની વાત એ છે કે આ મેનહોલ માત્ર બેદરકારીને કારણે ખુલ્લા નથી, પરંતુ તેની પાછળ એક મોટું ચોરીનું રેકેટ કામ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટને કારણે લોખંડના ભાવ આસમાને પહોંચ્યા છે. અનેક CCTV ફૂટેજમાં જોવા મળ્યું છે કે મોંઘી ગાડીઓમાં આવતા લોકો પણ રસ્તા પરથી મેનહોલના લોખંડના ઢાંકણાં ઉઠાવી જાય છે. એકલા ઇસ્લામાબાદમાં જ 1600 થી વધુ ઢાંકણાં ચોરાઈ ગયા હોવાના અહેવાલ છે.

ઢાંકણાને વેચી કમાય છે રૂપિયા

ચોરો આ ઢાંકણાંને કબાડ બજારમાં અથવા લોખંડની ફેક્ટરીઓમાં વેચીને તરત જ રોકડ મેળવે છે. આ નાનકડી રકમ માટે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, જે દેશમાં ગટરના ઢાંકણાં સુરક્ષિત નથી, ત્યાં સામાન્ય જનતાની સુરક્ષાની શું આશા રાખવી?

આ પણ વાંચોઃ હવે માટી વગર હવામાં ઉગશે બટાકા, ગ્વાલિયરના વૈજ્ઞાનિકોની અદભૂત શોધ, જુઓ Photos


  • Follow us on: