પડોશી દેશ નેપાળમાંથી એક મોટા અને દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે વહેલી સવારે નેપાળના પ્રખ્યાત સોલુખુમ્બુ હેલિપેડ પર બે હેલિકોપ્ટર આપસમાં અથડાઈ જવાથી એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક વિદેશી નાગરિકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
નેપાળ પોલીસ દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક અહેવાલો મુજબ, આ દુર્ઘટના મંગળવારે સવારે આશરે ૮:૧૧ વાગ્યાની આસપાસ બની હતી. સોલુખુમ્બુ હેલિપેડ પર લેન્ડિંગ (ઉતરાણ) કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે જ સમયે ફિશટેલ એર (Fishtail Air) અને ડાયનેસ્ટી એર (Dynasty Air) ના બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા હતા. લેન્ડિંગ દરમિયાન થયેલી આ ગંભીર ટક્કરના કારણે બંને હેલિકોપ્ટરને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
https://x.com/kumarsubodh_/status/2117468205237318069?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2117468205237318069%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
